Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Celebrating Women's Voices

SEE WINNERS

Share with friends

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે આયોજિત મહિલા સશક્તિકરણ અંગેની “સેલિબ્રેટીંગ વૂમન્સ વોઈસ” સ્પર્ધામાં આપનું સ્વાગત છે ! આ એક એવું મંચ છે જ્યાં દુનિયાના તમામ ક્ષેત્રના લેખકો મહિલાઓની પ્રેરણાદાયી વાર્તાઓ, અનુભવો અને દ્રષ્ટિકોણને પ્રસ્તુત કરવા માટે એકત્ર થાય છે.

 

સેલિબ્રેટીંગ વૂમન્સ વોઈસ” ની ઉજવણી કેમ કરવાની ? શક્તિ, લયચિકતા અને સફળતાની અદ્ભુત વાર્તાઓથી ભરેલી આ દુનિયામાં અમે માનીએ છીએ કે આ વાર્તાઓને શેર કરી શકાય, ઉજવણી કરી શકાય અને સ્વીકારી શકાય એવું મંચ પ્રદાન કરવું મહત્વપૂર્ણ છે. આ હરીફાઈ માત્ર લેખન પૂરતી નથી, તે મહિલાઓ દ્વારા આપણા જીવનમાં અને વિશ્વમાં લાવવામાં આવેલી સમૃદ્ધિની કદર કરવા માટે છે.

 

પ્રેરણા થીમ્સ :

ચાલો, આ વર્ષે મહિલાઓની ઐતિહાસિક સિધ્ધિઓની કદર કરીએ, અને વર્તમાન પથપ્રદર્શક મહિલાઓને ઉજાગર કરીએ. પછી ભલે તેમના થકી મુસીબતોનો સામનો કરવાનો હોય, જીતનો ઉત્સવ મનાવવાનો હોય કે ભવિષ્યની દુનિયાની કલ્પના કરવાની હોય. તમારા શબ્દો હિંમત આપવાની અને આગળ વધવાની પ્રેરણા આપે છે.

આપણી દુનિયાને આકાર આપવાવાળી સ્ત્રીઓની કથાઓની શોધમાં અમારી સાથે જોડાઓ..


સ્પર્ધા માટે ગાઈડલાઈન  - 

સાહિત્ય પ્રકાર : વાર્તા, કવિતા અને ઓડિયો

મૌલિકતા :  દરેક રચનાઓ મૌલિક અને સ્પર્ધકનું પોતાનું સર્જન હોવી જોઈએ. કોપી કરેલી રચનાઓ સ્પર્ધા માટે માન્ય રહેશે નહિ.

શબ્દ મર્યાદા : કોઈ શબ્દ મર્યાદા રાખેલ નથી.

ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

ભાષાઓ : અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ. તેલગુ, કન્નડ, ઓડિયા અને બંગાળી.

સમયગાળો : અંતિમ તારીખ 31 માર્ચ 2024.



ઇનામ:

·         દરેક ભાષા અને વિભાગમાં શ્રેષ્ઠ 30 વાર્તા અને કવિતાને સ્ટોરીમિરર દ્વારા ઇ-બુકમાં સમાવવામાં આવશે.

·         દરેક ભાષા અને વિભાગમાં શ્રેષ્ઠ 10 વાર્તા અને કવિતાને સ્ટોરીમિરર દ્વારા રૂ. 250/- ના મૂલ્યનું સ્ટોરીમિરર ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

·         ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે

 

સંપર્ક :

ઈમેઈલ : neha@storymirror.com


ફોન નંબર : +91 9372458287