સ્ટોરીમિરર તેના લેખકો માટે લઈને આવ્યું છે, એક નવુંજ પર્ફોમન્સ સ્ટેટસ ‘ઓથર ઓફ ધ મંથ’ જે સંપૂર્ણપાને સાહિત્યની ગુણવત્તાને આધારિત હશે.
વીતેલા મહિના દરમ્યાન અમારી સંપાદક ટીમ દ્વારા પસંદ કરવામાં આવેલી સારી ગુણવત્તા ધરાવતી રચનાઓના લેખકો વચ્ચે, તે પછીના મહીને એક નવીજ સ્પર્ધા કરવામાં આવશે.
આ સ્પર્ધા 15 દિવસ સુધી ચાલુ રહેશે જેમાં સ્પર્ધા માટે પસંદગી પામેલ લેખકોએ પોતાની શ્રેષ્ઠ સાહિત્ય રચનાઓ સબમિટ કરવાની રહેશે.
ભાષાઓ: અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બેગલી, ઓડિયા, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ.
કેટેગરી: વાર્તા અને કવિતા
નિયમો:
1. આ સ્પર્ધા માટે લખવા માટે સાહિત્ય પ્રકાર માટે કોઈ બંધન રહેશે નહિ.
2. વિજેતાઓની પસંદગી સંપાદકીય સ્કોર અને શબ્દોની સંખ્યાને આધારે કરવામાં આવશે.
3. ભાગ લેનારે અન્ય કોઈ પ્લેટફોર્મ પર ન મૂકી હોય તેવી, પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે.
4. સાહિત્ય રચનાઓ સબમિટ કરવાની સંખ્યા માટે કોઈ મર્યાદા નથી, આપ ચાહો તેટલી રચનાઓ સબમિટ કરી શકશો.
5. લેખનમાં શબ્દોની પણ કોઈ મર્યાદા નથી.
6. ઈમેઈલ, હાર્ડકોપી કે સ્પર્ધાની લીંક સિવાય મોકલેલી રચનાઓ માન્ય રહેશે નહિ. વિજેતાઓ:
દરેક ભાષામાં પ્રત્યેક કેટેગરીમાં એક વિજેતાને "ઓથર ઓફ ધ મંથ" તરીકે જાહેર કરવામાં આવશે.
ઇનામો:
1. દરેક કેટેગરીમાં કેટેગરીના વિજેતાની જાહેરાત કરવામાં આવશે.
2. વિજેતાઓના નામ સ્ટોરીમિરર વેબસાઈટની વોલફ્રેમ પર મુકવામાં આવશે.
3. વિજેતાને ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે.
4. વિજેતાને સ્ટોરીમિરર તરફથી ‘ગોલ્ડ મેમ્બરશીપ’ અને 200/- ની કિંમતનું વાઉચર આપવામાં આવશે.