Nirav Rajani "शाद"

Drama Inspirational

5.0  

Nirav Rajani "शाद"

Drama Inspirational

માંડ બચાવ્યો

માંડ બચાવ્યો

4 mins
389


પાર્થ અને અભિષેક લંગોટયા દોસ્તાર. છ-સાત ઈંટો સાથે મૂકીને કદાચ કોઈ તોડી શકે પણ ઇ બેય ની જોડી નહી. શામળાને પણ સ્વર્ગ ભૂલવું પડે એવી કાઠિયાવાડ ની ભૂમી જામનગર ના એ રહેવાસી. નાનપણ બહુ ઉન્માદથી વીત્યું.


નિશાળે જાવાનું, રમવાનું અને તોફાન કરવાના બસ...... બીજું કાંઈ સુઝે જ નહીં. જેવા નવરા પડ્યાં કે બેયના તોફાન ચાલું આખી શેરી માથે લ્યે. શેરીવાળા હેરાન થઈ જાય બેય ની ધબધબાટીથી. ને એમાંય ઓલ્યો પાર્થ તો કોઈને નો મૂકે શેરીમાંથી જેટલા નીકળે એટલની હળી તો કરે જ. બાળપણમાં ખૂબ મજા કરી.

ધો.છ થી બેય છૂટા પડી ગ્યા, પાર્થ ભરૂચ વયો ગ્યો ને અભિષેક જામનગરમાં જ.


જેમ જેમ મોટા થ્યા સ્વાભાવિકપણે તોફાન ઓછા થઈ ગ્યા. બેય પાછાં ભણવામાં હોશિયાર. કોણ જાણે કેમ ધો.નવ થી પાર્થ નો ભણવા પરનો પ્રભાવ ઓછો થાતો ગ્યો. દસ પાસ કરી કોમર્સ પસંદ કરી બાર પાસ કરી વડોદરા ની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મા બી.કોમ માટે પ્રવેશ લીધો.

જીંદગી એ ફરી ઇત્તેફાક રચ્યો અને બાળપણ ના ઇ બે મિત્રો ફરી પાછા ભેગા થઈ ગ્યા. બેય ગંભીર થઈ ગ્યા'તા. સમય જાતા અભિષેકને ખબર પડી કે પાર્થ એક છોકરીના પ્રેમમાં છે, છોકરી જાણે એ વાત જાણે છે, પાર્થમાં કેવાની હિંમત નથી અને ઓલી અભિમાન વશ પાર્થ હારે વાત કરવા ય તૈયાર નથી. બેય હઠમા જ

પાર્થ કયે મને એના સિવાય ગમતી નથ અને ઓલી અભીમાનમાં જ બિચારા હારે વાતેય નો કરે. સમય વીત્યો બીજા વર્ષ ના અંતે ઇત્તેફાક થ્યો અને બેય વાત કરતાં થ્યા પણ કલાસ વાળાઓથી સહન નો થયું અને ત્રાગું રચી બેય ને જ્યાં હતાં ન્યા ના ન્યા કર દીધા ને ઓલી એના માટે ઇ પાર્થ ને જવાબદાર સમજવા લાગી.


પાર્થ બધા સોશિયલ મીડિયા માં બ્લોક. ધીમે ધીમે ઇ ડિપ્રેશન માં જાવા લાગ્યો. એનો મિત્ર અભિષેક રામકૃષ્ણ આશ્રમ માં રહે. ઘણા સમયથી એના વર્તાવમાં બદલાવ જાણતો. પણ કાંઈ પૂછતો નહી. એક દિવસ પાર્થ ના બદલાવમાં કાંઈક વધારે જ બદલાવ જણાયો

વાતે વાતે ચિડાય, અભિને ગાળું દયે મારે એટલે એને પૂછી જ નાખ્યું કે ભાઈ મેં તારું હું બગાડ્યું તી મને મારે છે ને ગાળું દયે છે છતાંયે એને ના કીધું. અભિષેકે એના કરીબી દોસ્ત નીરવ જાણી લીધું ને પછી ઇ બેય એને ઉગારવાના પ્રયત્ન કરવા લાગ્યા. એક વાર સીધી રીતે પાર્થને સમજાવ્યો પણ નો માન્યો. એક વાર ઓલી હારે પણ વાત કરી જોઈ પણ નો માની ને એમાંય પાર્થનો વાંક કાઢવા લાગી. એને લીધે ઇ બિચારો વધુ ડિપ્રેશનમાં આવી ગ્યો.


અઠવાડિયા પછી ની વાત છે એક દી' પાર્થ ક્યાંય દેખાય નહી અભી ને નીરવ બધે ગોતી આવ્યા ક્યાંય મળે જ નહીં. એના રૂમ પર આવ્યા અને ન્યા એક ચિઠ્ઠી મળી ને એમાં લખ્યું'તું ' મને ઇ સ્વીકારતી નથી, વાતેય નથી કરતી, ખોટા આક્ષેપ કરે છે માટે ફક્ત એના માટે ને એના લીધે આજે હું ટ્રેન હેઠે પડતું મૂકવાં જઇ રહ્યો છું.'


આ વાંચી ને અમારા બેય ના પગ હેઠે થી જમીન સરકી ગઇ. આશ્રમના પૂજ્ય મહારાજ ને લઇ અમે એને બચાવવા નીકળ્યાં અને પાળ માનો ઠાકુરનો કે ઇ ટ્રેન હેઠે પડતું મેલે ઇ પેલા અમે લોકોએ એને બચાવી લીધો.


પછી સાથે આશ્રમ પર લઈ આવ્યા અને પૂજ્ય મહારાજે ખૂબ શાંતિથી સમજાવ્યો ક બેટા એક તુચ્છ છોકરી માટે તારું જીવન બરબાદ ન કર તારે હજી ઘણા મોટા મહાન કામ કરવાના બાકી છે આમ છોકરી માટે જીવન સમાપ્ત ન કર.


ઇ ભાઈ હતો સમજો મહારાજ ની સાનમા સમજી ગ્યો ને પૂછવા લાગ્યો " મહારાજ મને આમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવો "

ને પૂજ્ય મહારાજે કીધું "બેટા ભગવાનનું ધ્યાન ધર, એમની પૂજા કર અને બસ તારું કર્તવ્ય

કર."

પૂજ્ય મહારાજની આજ્ઞા પ્રમાણે પાર્થ કરવા લાગ્યો. બીજા વર્ષમાં ફર્સ્ટ કલાસ સાથે ઉત્તીર્ણ થ્યો. હવે ત્રીજા વર્ષ માં તનતોડ મહેનત કરવા લાગ્યો અને સુમધુર કંઠ ના લીધે પ્રસિદ્ધ પણ.


એની પ્રસિદ્ધિ જોઈ એને ના પાડનારી સામે હાલીને આવી પણ પાર્થ જોરદાર શાયરી સાથે એને ઠુકરાવી દીધી અને પછી ત્રીજા વર્ષમાં યુનિવર્સિટી ટોપ સાથે ગોલ્ડ મેડલ પણ મેળવેલ.


તો મિત્રો આપ પણ પાર્થ પરથી બોધ લઈ શકો છો કે માત્ર છોકરી પાછળ ભાગવું એ જ તમારા જીવનનો ઉદ્દેશ નથી અને ખાસ તો કોઈ છોકરી ના પાડે એટલે જીવન સમાપ્ત કરી નાખવું એ ક્યાંનો મુનાસિફ છે.


કોઈ છોકરી ના પાડે તો એમ સમજી મન મનાવી લેવું કે એ જ આપડા લાયક ન્હોતી.

બાકી એની માટે જ આપડે કાઈ આ સંસાર માં નથી આવ્યા ને કદાચ ભટકી જાઓ તો પાર્થ ની જેમ કોઈ સંત નું શરણું લઈ ફરી જીવન પામી શકો છો.


તો મિત્રો આજ થઈ તય કરો કો કોઈ છોકરો કે છોકરી ના પાડશે તો એને માટે ક્યારેય જીવન સમાપ્ત નહી કરો.


Rate this content
Log in

More english story from Nirav Rajani "शाद"

Similar english story from Drama