આ ધરતીની ગાથા
આ ધરતીની ગાથા
આ ધરતી છે અલબેલી,
સંતમહાત્માની જન્મગાથા
ગાતી,વીરોના ત્યાગ બલિદાન
ની કહાણી ગણગણતી,ઈતિહાસ છે દેશનો ગહન...
જ્યાં નવલોહિયા યુવાનોએ
પ્રાણ હસતા હસતા આપેલા,
દેશ રક્ષા કાજે ફાસીના માચડે
ચડેલા વીર શહીદની ગાથા
ગાવાનો એક અવિસ્મરણીય
કહાની દોહરાવવાનુ પાવન
પર્વ...
આઝાદ જીવન આપણું
સૈન્યની દેણ છે નરબંકા,
ભારતભૂમિના લાલને
વંદન વારંવાર...કેસરીઓ
રંગ બલિદાનનુ પ્રતિક છે,
પણ ખાખી સિબૂરી કંઈ કમ
નથી... આ એ પહેરવેશ છે,
જે દેશનું રખોપુ કરે,
આ પરિવાર ને ધન્ય છે
જે દેશની સેવા કાજે
સંતાન બક્ષે,આ ખરા
ભારત માતાના લાલ,
કસુબો શૌર્ય ને ત્યાગનો
પી બોર્ડર પર ન નિરખે ટાઢ,
ન વા, ન તાપ આવા વીરોની
યશગાથા વર્ણવવા શબ્દો
ખૂટે...આ ધરતી બલિદાનની
અંગ્રેજ શાસનનો અત્યાચાર કાજે,અહિંસાને આશરે
મવાળવાદીની ટોળી આવી
ઝનૂની ત્રણ નવલોહિયા મેદાને
આવ્યા, એ લાલ બાલ પાલ...
ભગતસિંહ, બિસ્મિલાખાન,
સુખદેવ,રાજગુરુના બલિદાન
નજરો ભીની કરે,તો પુલ્વામા
ના 48વીરો શાને વિસરાય ?
દેશમાં પ્રેમ દિવસ હતો ને,
રક્ષા કાજે રક્ત આ ધરાને ચડાવ્યું, દેશરક્ષા કાજે,
સામી છાતી એ શત્રુ સામે લડી,
આતંકવાદી હુમલામાં શહાદત
પામેલા મહિપાલસિંહ વાળાનો
સ્વર હજીય ગુંજારવ કરે,
પરિવારના આસુઓ દિલ વલોવે,
વર્ષાબાનુ ખમીરવંતુ વ્યક્તિત્વ
દિલમાં સતત ટકોરા કરે,તિરંગો
છે દેશનું અભિમાન એ કદી
ન ઝૂકે મારો તિરંગો સદાય લહેરાતો રહે.