આ કેવું ?
આ કેવું ?
1 min
182
થોડું આમ થયું હોત તો સારુંં થાત
હું વિચારું છું એમ થયું હોત તો સારુંં થાત !
મળ્યું એનાથી વધારે સારું ઈચ્છે છે
મેળવ્યાનો ક્યાં કદી સંતોષ રાખે છે ?
દિવસ આખો વિચારવામાં કાઢે
ને આખી રાત ફાનસ લઈ જાગે !
મહેનતથી કદી વધારે ના મળે !
કેવળ આસ્થા ને માનતાના ફળે,
ક્યારેક કિસ્મતથી પલડું નમે
તો ક્યારેક મહેનત પણ માથે પડે !
બીજાનું સુખ કદી ના પરવડે !
ઈશ્વર આગળ જૂઠું જૂઠું રડે,
મળ્યામાંથી માણવાનું ના આવડે !
અજ્ઞાત ભયમાં મોજને વેડફે !
જો આપણું ધાર્યું જ બધું થાય (બને)
તો પછી જગત ધણીનું શું થાય ? (ગણે)