Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipika

Others

3  

Dipika

Others

અભડાવ કેમ આમ ?

અભડાવ કેમ આમ ?

1 min
146

તમારું લોહી લાલ ને મારું પીળું,

એવું તો નથી કંઈ,

તોય તમે અભડાવ કેમ આમ ?

તમે કરો નોકરી ને હું ય કરું એજ નોકરી,

જુદું તો નથી કંઈ,

તોય અભડાવ કેમ આમ ?

તમે માણસને હુંય માણસ,

એક જ ઈશ્વર ના સૌ સંતાન

નોખું તો નથી કંઈ,

તોય અભડાવ કેમ આમ ?

દલિતોને ખોલી આપ્યા શિક્ષણને આરક્ષણના દ્વાર, 

સ્ત્રીઓને અપાવ્યા જેમણે સમાનતાના હક,

જેણે લખ્યું આખું ય બંધારણ,

તો ય તેનાથીય અભડાવ કેમ આમ ?

જેના નામનો વાગે ડંકો દેશ વિદેશ,

તેવા બાબાસાહેબને શત શત વંદન.

Rate this content
Log in