Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Others

4.5  

Minaxi Rathod "ઝીલ"

Others

અતિત

અતિત

1 min
233


પાછુ વળી જોવું તો અતિત સળવળે,

ને ઈચ્છાઓ બધીય સાગમટે ચળવળે.


ગમા-અણગમા બધા મુકયા એક તરફ,

જો ઘવાયેલી વેદનાઓને થોડી કળવળે.


કાયાનું ઘડતર અનદેખી પીડાનું જડતર,

લાગણી પીગળેને રૂંધાય સાદ ગળગળે.


જૂની ડાયરી,માટીનાં રમકડાંને તસવીરો,

જૂનો કંપાસ ખોલુ તો બચપણ ટળવળે.


ગઈ કાલ ભુલીશ બાળીએ જાત ભુલીશ,

અજવાળીશ રોજ જેમ ઝિંદગી ઝળહળે.


Rate this content
Log in