Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MAHESH JOSHI

Classics Fantasy

4  

MAHESH JOSHI

Classics Fantasy

ભગવદગીતા આર્તવાણી

ભગવદગીતા આર્તવાણી

2 mins
3.1K


તારી ગતિ છે ન્યારી વ્હાલા મુકુન્દવર મોરારી..... તારી ગતિ ...


લાખાભુવનમાં પાંડવો રોકાણા ભડકે બળે મહેલ મીનારી,

સુદર્શન છોડી દીધું, લેલું લીધું કડિયો બન્યા તમે કીરતારી :

બળતાં મહેલમાં પાંડવો ઉગાર્યા, તમે બહારે નિકળવાની મેલી બારી,

તારી ગતિ છે ન્યારી વ્હાલા મુકુન્દવર મોરારી..... તારી ગતિ ... (૧)


દુર્યોધનની સભામાં દ્રૌપદીને લાવે, એવા ચીર ખેચે દુ:સાશન દુરાચારી,

તે અબળાની વ્હાલા અરજ સુની તમે ગરુડે ચડીને આવ્યા ગિરધારી :

હાજર હાથે ચીર પુરિયા સતિ દ્રૌપદીનાં, લાજ રાખી તમે મોરારી,

તારી ગતિ છે ન્યારી વ્હાલા મુકુન્દવર મોરારી..... તારી ગતિ ... (૨)


અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, પાંડવ કુળનો વંશ કાઢવા ધારી,

ઓતારાની વ્હાલા સ્તુતિ સાંભળી બાળની ગર્ભમાં રક્ષા કરી તમે મોરારી :

સુધાનવાને તેલમાં તળવા પિતા વચને બંધાણા વણ વિચારી,

ઉકળતાં તેલમાં સુધનવા ન્હાયો તેલ કાઢા નાખી તમે ઠારી, તારી ગતિ .... (૩)


ભક્ત પ્રહલાદ ઉધ્ધાર્યા કરી, સ્તંભે પ્રકટ્યા તમે મોરારી,

ધરતી ધ્રુજી પાતાળ ખળભ્યુ બ્રહ્માંડમાં ભડકાં થયા બહુ ભારી:

નરસિંહરૂપ ધરી નખ વધારી ખોળામાં રાખી તમે હિરણ્યકશ્યપને નાંખ્યો તમે મારી,

તારી ગતિ છે ન્યારી વ્હાલા મુકુન્દવર મોરારી..... તારી ગતિ ... (૪)


બટુકરૂપ બ્રાહ્મણનું લીધું બળીને છળ્યો દેવોનું કાજ કરવા ધારી

પાતાળનું રાજ બળીરાયને આપ્યું, તમે ત્યાં રહ્યાં છડીદારી... તારી ગતિ ... (૫)


ગજનો પગ મગરે પકડ્યો ઊંડા જળમાં લઇ જવા ધારી,

અંત વેળાએ ગજ તમને આરાધે પ્રભુ કમળપત્ર લેજો સ્વીકારી,

મગરને મારી મોક્ષે મેલ્યો એવો ગજને લીધો ઉગારી,

તારી ગતિ છે ન્યારી વ્હાલા મુકુન્દવર મોરારી..... તારી ગતિ ... (૬)


બાળક ધ્રુવ વનમાં તપ કરવા, હાલ્યો મતરી માતાએ મેલ્યો મેણા મારી,

અડગ ઉભો રહી ધ્યાન ધરી તપ આદર્યું અંતરમાં તમને લીધા ઉતારી,

વનમાં વ્હાલા તમે બાળક ધ્રુવની રક્ષા કરી અને એવું અવિચળ પદ આપ્યું મોરારી,

તારી ગતિ છે ન્યારી વ્હાલા મુકુન્દવર મોરારી..... તારી ગતિ ... (૭)


આર્ત જીજ્ઞાશું દુખી જ્ઞાની એ ભક્ત તારા સદાચારી,

ધર્મને કાજે ભક્તો માટે યુગે અવતરે તું નિરંજન નિરાકારી,

તારી ગતિ છે ન્યારી વ્હાલા મુકુન્દવર મોરારી..... તારી ગતિ ... (૮)


મહેશ મારો સ્વર્ગે સીધાયો ભવસાગરમાં ભૂલી પડી નાવ મારી,

મહેશનાં આત્માને મોક્ષ આપો પ્રભુ આ નાવ ભવસાગરમાંથી લેજો ઉગારી,

તારી ગતિ છે ન્યારી વ્હાલા મુકુન્દવર મોરારી..... તારી ગતિ ... (૯)


ગુરૂ બ્રહ્માને શરણે વિનવે વજેરામ મહારાજ અંત વેળાએ યાદ આવે તમારી,

ગાય બ્રાહ્મણ વૈષ્ણવને કળી કાળ રહ્યો છે મારી,

પૃથ્વી પર પ્રકટ થવો તમે પ્રભુ સત્ય ધર્મની રક્ષા કરો મોરારી

તારી ગતિ છે ન્યારી વ્હાલા મુકુન્દવર મોરારી..... તારી ગતિ ... (૧૦)


Rate this content
Log in

Similar gujarati poem from Classics