Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

ચાલને સખી

ચાલને સખી

1 min
359


ચાલને સખી,

આ કુદરતનાં સાનિધ્યમાં જઈયે,

જો ને આકાશમાં વાદળો દોડા દોડી કરે,


જાણે ! આ મેઘો નૃત્ય કરે,

આ ભીની મોસમ,

દિલને આનંદ અર્પિત કરે,

ને આ હૈયું પણ નર્તન કરે,


આ વાદળ વરસે ને,

આ મયુર ઢેલ સાથે નૃત્ય કરે,

આ વૃક્ષ પર કોયલ ટહુકે ને,

આ પંખીઓ પણ નાચ ગાન કરે,


કુદરત પણ નૃત્ય શીખવાડે,

આ વૃક્ષો નૃત્ય કરે હવા ને તાલે,

આ ફૂલો ઝૂમે શરાબીની જેમ,

નાચે આ વાયુ ને સંગ,


નૃત્ય મોરનું જોઈ,

આ વાદળ પણ ઝીણાં મોતી વેરે,

ઝરણાનો ઝણકાર,

આ પર્ણનો પમરાટ,

આ દરિયાનો ઘૂઘવાટ,

ઈશ્વરના દરેક સર્જનમાં છે સંગીત,

માનવના ધબકતા હૃદયમાં છે ધબકારનું સંગીત,


આ હૈયું પણ નર્તન કરે,

જોઈ ઈશ્વરનું અદભૂત સર્જન,

અદભૂત સર્જન ને આપવા શબ્દોનું રૂપ

આંગળીઓ પણ જોને નર્તન કરે આ

મોબાઈલના કી પેડ પર,


ચાલ ને સખી આ કુદરતનાં સાનિધ્યને માણીયે,

આ સ્થિર થયેલા હૃદયનાં ધબકારને,

ઉલ્લાસ ઉમંગની એનર્જી આપીએ,

આ કુદરતનાં તાલે ઝૂમીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama