ધીમે ધીમે
ધીમે ધીમે
ધીમે ધીમે પી, પીવાશે,
જિંદગી છે, જીવાશે,
ભલે કપાતું કાળજું,
એના સમયે સિવાશે,
સુખોને સલામ ના કર,
એય એક દિ' પસ્તાશે,
દુઃખોને બાથ ભરી લે,
એના સહારે જીતાશે,
વીરોને ઘા હોય વાહલા,
એના પાળિયા પુજાશે,
ધીમે ધીમે પી,પીવાશે,
જિંદગી છે, જીવાશે.