Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

prafulla shah

Abstract

4  

prafulla shah

Abstract

એ.....મુલાકાત

એ.....મુલાકાત

1 min
398


એક સવાર એવી ઊગી,

એણે મને ઓળખી લીધી;

યાદ છે એ પહેલી મુલાકાત,

નજર સામે જ થયો એનો સાક્ષાત્કાર !


થઈ હતી વાતો અઢળક !

ઓળખ્યા હતાં શબ્દશઃ

શબ્દોથી એકબીજાને !

વાણીથી ઓળખ્યાં અરસપરસને

એક બીજાની વાક્માધુરીથી !


વાંચી લીધાં હતાં ફોટામાં

અન્યોન્યને !

પામી લીધાં હતાં હૃદયથી

સમયની દરેક પળે,

સમયનો કોઈ એવો ખંડ એવો નહોતો,

જેમાં એ ના હોય !


વહેલી સવાર હોય કે અડધી રાત,

ભરબપોર હોય કે હોય કામનો બોજ,

કુટુંબકબીલા વચ્ચે હોય

કે પ્રસંગની ઉજવણીમાં,

મિત્રો સાથે હોય

કે હોય એકલો !


મેસેજ અહીં થાય

એની બીજી જ સેકન્ડે ત્યાં વંચાઈ જાય !

ને ત્રીજી સેકંડે તો જવાબ પણ આવી જાય !

આમ જુઓ તો હૃદયસ્થ !

દરેક વિષય પર વાત, સંવાદ, વિવાદ થાય જ !

અંતર માપીએ તો માઈલો દૂર !

નજર સમક્ષ આવવા હોઈએ અસક્ષમ ! 


ને એક દિવસ ઊગતી સવારે એનો મેસેજ આવ્યો !

"રસ્તામાં છું, આવું છું તને મળવાં, તને જોવા આવું છું !

તારા ટેરવાને સ્પર્શવાં આવું છું, તારી આંખો વાંચવા આવું છું,

તારી સામે બેસીને

મારી કલ્પનામૂર્તિને પોખવાં આવું છું !"


પળભર તો દિલ એક ધબકારો ચૂકી ગયું !

અને એ આવ્યો,

પહેલી જ મુલાકાતમાં એણે જે પામવું હતું એ પામીને ગયો,

અંતરથી એ મને જીતીને ગયો, જીવનભરનો સંબંધ સ્થાપીને ગયો !

બની રહી મારું જીવનભરનું અણમોલ નજરાણું....

એની સાથેની એ પહેલી અદ્દભુત અને અનોખી મુલાકાત !


Rate this content
Log in

More gujarati poem from prafulla shah

Similar gujarati poem from Abstract