Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

divya dedhia

Abstract Fantasy Others

4  

divya dedhia

Abstract Fantasy Others

ગઝલો લખાતી

ગઝલો લખાતી

1 min
284

આપતી તાકાત આ મારી હયાતી,

શ્વાસની સુગંધથી ગઝલો લખાતી,

તાલ લય ને સૂર સંગત જો મળે તો,

ગાલગાગા છંદબદ્ધ એ તો ગવાતી,

ભાવ દિલના કાગળે ઉતરે કલમથી,

તો દુઆઓ પ્રેમ શ્યાહીથી અપાતી,

આ વિરહની વેદનાઓ કોતરીને,

રાત શેરો શાયરી લખતાં કપાતી,

ને પઠન માટે અધીરા હોઠ જાણે,

શ્વેત પૃષ્ઠે જો એ છાપામાં છપાતી,

શોધવા મન શાંતિ રચનામાં ઉતારી,

‘દિવ્ય’સમ સંવેદના દિલથી મપાતી.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract