Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Parmar

Romance Inspirational

4  

Bharat Parmar

Romance Inspirational

હોળી ધૂળેટી શું કામની !

હોળી ધૂળેટી શું કામની !

1 min
439

કુદરતે ખીલવ્યા કેસુડા ઘણા

પણ જીવનમાં ફાગણીયો ન ખીલે તો

હોળી ધૂળેટી શું કામની !

સળગાવ્યા છાણા ને લાકડા ઘણા

પણ ક્રોધ મોહ ને લોભ ન બળે તો

હોળી ધૂળેટી શું કામની !

કાચા પાકા રંગે તો રંગાયા ઘણા

પણ દિલ કોરું ને કટ રહે તો

હોળી ધૂળેટી શું કામની !

સળગાવે અને પ્રગટાવે ઘણા

પણ બન્ને વચ્ચેનો ભેદ ન મળે તો

હોળી ધૂળેટી શું કામની !

ભલે તું લઈને આવે રંગો ઘણા

પણ દિલમાં મેઘધનુષ ન ખીલે તો

હોળી ધૂળેટી શું કામની !

'વાલમ' તું રંગ લગાવે મને ઘણા

પણ લાગણીનો પાકો રંગ ન લાગે તો

હોળી ધૂળેટી શું કામની !

Rate this content
Log in

Similar gujarati poem from Romance