Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Urmila Savsani

Classics Inspirational

3.2  

Urmila Savsani

Classics Inspirational

હું જ

હું જ

2 mins
20.5K


હું જ કાયા હું જ માયા,

મધ્ય-આદિ-અંત હું,

હું જ જલ-સ્થલ

હું અનલ ને, છું યુગોથી અનંત હું;

વાણી ભીતર વૈખરી હું.


વાયુ ભીતર પણ વસુ,

ક્યાંક હું વાગિશ્વરીને,

શાંતિ ભીતર હું સ્વષૂ;

હું જ વાદળ હું જ પાણી

હું દમકતિ દામિની,

સૂર્ય ભીતર હું જ પાવક,

હું ચમકતી યામિની;

ક્રાંતિ, ભ્રાંતિ, સન્મતિ હું.


હું જ જીવનની ગતિ;

હું જ ચાલું કૃષ્ણ સાથે,

દૂત થઈ પાંડવ વતી;

હું દિગંબર વેશધારી,

ધૂરજટી ને ધનુરધરી

આજ હું મહાકાલ છું ને,

કાલ હું વિશ્વંભરી;

હું જ નર્તન બૂદ્બુદોનું,

હું જ તાંડવ તાલ હું.


હેત હું મા યશુમતિને,

કાલી હું જ કરાલ હું;

હું મીરા ને હુ જ ગિરિધર,

હું કટોરો વિષ ભર્યો,

હું જ ટચલી આંગળી

જેની ઊપર નગને ધર્યો;

આશ હું શબરી તણી છું

રામનો વનવાસ હું.


દ્રુપદકન્યા યાજ્ઞસેની

હું કુરુકુલ નાશ હું;

લક્ષ્ય હું સંજય તણું ને,

મત્સ્ય કેરી આંખ હું,

કીટ કોશેટા મહી ને

છું ગરુડી પાંખ હું; 

દેહ ભીતર ધમની હું ને

જે વહે એ રક્ત હું.


હું જ આસક્તિ અહિં ને,

વાયુથીય વિરક્ત હું;

હું શબદ ને હું જ અનહદ,

નાદનો વિસ્તાર છું,

હું જ ઋષિવર વાલ્મીક ને,

ક્રોન્ચ નો ચિત્કાર હું;

હું જ ડમરૂ ડાક ને હું

વાંસળીને છેદ હું,

વીંટળાતાં વસ્ત્ર હું ને,

છું અગોચર ભેદ હું;

હું સ્વયંવર હું ચરાચર,

ને વળી લવલેશ હું.


લટ મહીં હું ભદ્રકાલી,

ક્યાંક છુટા કેશ હું;

સત્ય કાજે હું જ 

વેચાતી અહિં તારામતિ,

હું હવન ને હું સમિધ છું,

હું જ છું શંકર સતિ;

હું જ બેઠી રથ મહીં ને,

ધર્મનું કુરુક્ષેત્ર હું.


બંધ જે ગાંધારતનયાનાં ,

ખુલ્યા જે નેત્ર હું;

હું જ સૂર ને હું જ ગીત,

હું વાગતી કરતાલ હું;

હું મીરાંના ઘૂન્ઘરૂ ભીતર,

ને વળી કેદાર હું;

હું જ વૃંદાવન અને હું,

રાધિકાનો રાસ હું.


વૃક્ષ પારસ પીપળો હું,

છું તણખલું ઘાસ હું;

હું મથુરા હું જ કાશી,

હું જ છું દ્રારામતિ;

તપ,તીરથ, ને,જપ જીવન હું,

હું જ છું જોગી જતિ;

કોખ હું ઉત્તરા તણી ને,

છું પરીક્ષિત અંશ હું.


હું રચાતો ચક્રવ્યૂહ ને,

આખરે વિધ્વંશ હું;

ચંદ્ર ભીતર હું જ અમૃત,

ને હળાહળ ઝેર હું,

હું સુદર્શન,હું જ ગાંડીવ,

ને નકુલ સમશેર હું. 


હું જ વામન પગ બની,

પાતાળમાં પગલું ઘરૂ,

હું જ હરી-હર, હું વિરંચી,

બલિ તણો પહેરો ભરૂ;

બાણશૈયા ભીષ્મની,

મૂર્છિત થયા જે શેષ હું.


બંધ આંખે સુંદરી,

ખોલો તો ભગવો વેશ હું;

હું વચન કૈકેયી તણું,

હું ભૂપ દશરથની ગતિ,

હું પ્રભાસી ક્ષેત્રમાં જઈ,

થાઉં યાદવની મતિ;

હું જ છું અગ્નિપરીક્ષા,

બુદ્ધની દીક્ષા ય હું.


હું જ અક્ષયપાત્ર ને ,

અર્જુનની ભિક્ષા ય હું; 

હું જ ઇચ્છા કનકમૃગ હું,

રેખ લક્ષ્મણની ખિંચી,

હું સમાધિ શિવ તણી,

ત્યાં ધ્યાનમાં આંખો મીંચી;

ફૂલ પણ હું મૂળ પણ હું.


હું સહજ ને સ્પર્શ હું;

યુધ્ધને શાંતિ પછી જે નીકળ્યો,

નિષ્કર્ષ હું;

હું સીતા,ભગવદ્દગીતા ને,

હું જ પાંચાલી પતિ;

ભક્તિ હું ને હું જ શક્તિ,

હું જ રાવણની મતિ;

મૌન હું મુનિવર તણું ને,

હાક હું દુર્ગા તણી; 

છું અગોચર આકૃતિ,

લઈ જાઉં હું નિર્ભય ભણી...


Rate this content
Log in

Similar gujarati poem from Classics