Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Fantasy Inspirational

3  

Manishaben Jadav

Fantasy Inspirational

જીવનની મજા

જીવનની મજા

1 min
4


સુંદર ખળખળ વહેતી સરીતા

મીઠા મીઠા નીર એના વહેતા

પ્રકૃતિના ખોળે હોય જીવનની મજા,


ઊગતો સૂર્યને સોહામણી એ સવાર

સાંભળવા મળે ઘંટારવ સુંદર

 પ્રકૃતિના ખોળે હોય જીવનની મજા,


પંખીઓ કરે મીઠો કલશોર

એને સાંભળવા મન આતુર

 પ્રકૃતિના ખોળે હોય જીવનની મજા,


રંગબેરંગી ફૂલો ખીલ્યાં

પતંગિયા સંગ એ ઊડ્યા,

પ્રકૃતિના ખોળે હોય જીવનની મજા,


ધ્યાન યોગથી રહે તંદુરસ્ત તન

પ્રકૃતિ સાથે હળવાફૂલ સૌના મન

પ્રકૃતિના ખોળે હોય જીવનની મજા,


ઝાકળ ભીનાં પર્ણ ગાય મીઠા ગીત

પ્રેમ થકી મળે સંગ જીવનની એ રીત

પ્રકૃતિના ખોળે હોય જીવનની મજા.


Rate this content
Log in