Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

મમ્મી વ્હાલી લાગે

મમ્મી વ્હાલી લાગે

1 min
3

ખોળામાં બેસાડી

મને વ્હાલથી નવડાવે

આંગણિયે બેસાડી 

મને રે રમાડે

મને મારી મમ્મી વ્હાલી રે લાગે !

હાથ મારા ઝાલી

ચાલતા શીખવાડે

નાની નાની ડગલીથી

હરખે હસાવે

મને મારી મમ્મી વ્હાલી રે લાગે !

કડવી કડવી દવા

મને પીવડાવે

મારી ખુશી માટે

વિભુને રીઝવે

મને મારી મમ્મી વ્હાલી રે લાગે !

ખભે બેસાડી મને

મેળામાં લઈ જાવે

વાર્તા સંભળાવી

મારુ દલડું રીઝવે

મને મારી મમ્મી વ્હાલી રે લાગે !

પાટી પેન લઈને

લખતાં શીખવાડે

મૂલ્ય શિક્ષણ આપી

જીવતા શીખવાડે

મને મારી મમ્મી વ્હાલી રે લાગે !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational