Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Joshi Yogita

Others

3  

Joshi Yogita

Others

જિંદગી

જિંદગી

1 min
152

ઓ જિંદગી ઊભી રે..

 તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉં, 

તારી સાથે વીતેલી પળને હું મનમાં તો ભરી લઉં,

ઓ જિંદગી ઊભી રે...

તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉં,

તું તો ઉતાવળે ઉતાવળે ભાગી જાય છે

મારા એક એક શ્વાસનો હિસાબ તો હું માંગી લઉં, 

ઓ જિંદગી ઊભી રે....

તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉં,

તું એક દિવસ હાથતાળી આપી છૂટી જવાની છે,

હું મને તો અહીઁ ક્યાંક કેદ કરી લઉં, 

ઓ જિંદગી ઊભી રે...

તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉં,

 મને ખબર છે તું તો સૌથી મોટી બેવફા છે

 હું તો મારી વફા સાથે તને સજાવી લઉં, 

 ઓ જિંદગી ઊભી રે...

તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉં,

 તે જે આપ્યું એને તો મેં બહુ પ્રેમ કર્યો 

 થોડો પ્રેમ હું મને જોઈએ છે એને પણ કરી લઉં,    

 ઓ જિંદગી ઊભી રે...

 તારી સાથે યાદોનો પ્રવાસ હું ખેડી લઉં.

Rate this content
Log in