Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

5.0  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

"કાગળની નાવ"

"કાગળની નાવ"

1 min
541


તું અલખને આરાધે એકતારો મળે છે.

કોઈ રંકના ભાગ્યને'ય સિતારો મળે છે.

જો હરીના ભરોસે હંકારે હલેસા,

તો કાગળની નાવને'ય કિનારો મળે છે.


પરિશ્રમની પગથારે જ પ્રારબ્ધ મળે છે.

ને સત્વની રાહ પણ શૂરવીરને મળે છે.

કેવી અવર્ણનીય! છે વિરાગની મસ્તી,

જ્યાં ખોવાઈને ખુદમાં જ ખુદને મળે છે.


એકાંતને સરનામે જ તો ઈશ્વર મળે છે.

ને આતમના સંધાને સાક્ષાત્કાર મળે છે.

ક્ષણ એ અદ્ભૂત, અવર્ણનીય! મિલનની

સાક્ષીનો દિપક મંદિરે કરું ને ભીતર મળે છે.


Rate this content
Log in