Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

JAGDISH MOCHI

Drama

3  

JAGDISH MOCHI

Drama

ખ્યાલ રાખજો

ખ્યાલ રાખજો

1 min
7.1K

ખ્યાલ રાખજો

હું આવું કે ના આવું,

તમે તમારો ખ્યાલ રાખજો,

આ બહુરંગી જિંદગીની ઘટમાળમાં,

જીવન ગોતે ન ચડે ખ્યાલ રાખજો,

આ કાગળના પૈસાની આંધળી દોટમાં,

કોઈ ગરીબની હાય ન ચડે ખ્યાલ રાખજો,

ફૂલોથી ભરેલા ઉપવનને પામવામાં,

પોતાનું ફૂલ ના મુરઝાય ખ્યાલ રાખજો,

જગતમાં પ્રેમ બધે જ મળશે,

માની મમતા ના જાય ખ્યાલ રાખજો,

આ જીવન સાગરમાં મોતી ગોતતા,

જીવન જળમાં ન જાય ખ્યાલ રાખજો,

ઝુંપડા તોડી મહેલ બાંધવામાં,

સુખ ક્યારેય નહિ મળે ખ્યાલ રાખજો,

મળે છે સુખ ઘણું જગતમાં,

પણ સાચી શાંતિ ક્યાં? ખ્યાલ રાખજો,

મળશે દોલત લાખો જગતમાં,

મા-બાપ પાછા નહિ મળે ખ્યાલ રાખજો,

અહીનું કરેલું અહિયા જ નડશે,

એટલું બધાય ખ્યાલ રાખજો,

મળે છે મોકો સપના પુરા કરવાનો,

કોઈના સપના ન તૂટે ખ્યાલ રાખજો,

હું આવું કે ન આવું,

તમે તમારો ખ્યાલ રાખજો.

Rate this content
Log in

Similar gujarati poem from Drama