Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Thakkar "યાદ"

Abstract

4.0  

Parul Thakkar "યાદ"

Abstract

કળિયુગ છે

કળિયુગ છે

1 min
215

હો ઢાળ ત્યાં ઢળતાં રહો કળિયુગ છે,

થોડાં ઘણાં નમતાં રહો કળિયુગ છે,

ટૂંકો પડે છો'ને પછેડીનો પનો,

કદ નાનકું કરતાં રહો કળિયુગ છે,

દિલમાં ન રાખો ડર તમે તો હારનો,

હસતાં મુખે લડતાં રહો કળિયુગ છે,

ગમતું ભલે ના હોય મનને તે છતાં,

બાજી બધી રમતાં રહો કળિયુગ છે,

મુશ્કેલ લાગે જો વિરહ આ પ્રેમમાં,

બસ 'યાદ' માં જીવતાં રહો કળિયુગ છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract