કલમ
કલમ
કલમ ને કાગળ લઈને બેઠો છું;
સાક્ષર ના અજવાળે બેઠો છું.
માં સરસ્વતીના સંગાથે બેઠો છું ;
ને શારદા ઉપાસના કરવા બેઠો છું.
સાક્ષર સંગાથે કલમ સ।થે બેઠો છું;
કોઈ વાત વિચારમાં ખોવાયો છું.
સારી કે નરસી વાત નિહાળવા બેઠો છું;
તે અક્ષર અજવાળે હવે જોવા બેઠો છું.
ને 'દિલકશ' કલમે વાચા ફૂટી છે હવે;
તેનો સદા હવે આનંદ લેવા હું બેઠો છું.