Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

માણસ.

માણસ.

1 min
13.2K

બધી જ શક્યતાઓને વિચારી શકે એ માણસ. 

નિતનવી આશાઓને જે ધારી શકે એ માણસ.

ઉગતો સૂરજ પ્રતિદિન નવજીવનને એ બક્ષતો,

ડગલેને પગલે નૂતન આશ સંચારી શકે એ માણસ.

તરવું એ જન્મજાત રહ્યો સ્વભાવ માત્ર પુષ્પનો, 

કાળમીંઢ દળદાર પાષાણનેય તારી શકે એ માણસ.

જન્મ માનવીનો એ શુકન સૌથી મોટું સમજવાનું, 

વળી સામા પૂરે જે નૌકાને હંકારી શકે એ માણસ .

હાર ન હરાવી શકે દ્રઢ મનોબળ તણા નિર્ધારને, 

હારને ' કંઠહાર 'માં જે પલટાવી શકે એ માણસ.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational