Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagruti zankhana meera

Romance

4  

jagruti zankhana meera

Romance

મારી લાગણી

મારી લાગણી

1 min
294

મારી લાગણીને પગ નથી, અન્યથા ફરી જાત પરત હો ને !

મારી લાગણી છે, કંઈ તું નથી ! અન્યથા પલટી જાત તરત હો ને !

કાંચિડા સમ જન્મજાત, કોઈ નથી મારામાં ખાસિયત ! 

મારી લાગણીનાં પણ રોજ-રોજ, બાકી રંગ ફરત હો ને !

સમંદરની ખારાશમાં ક્યાંય નજરે ન ચડી મીઠાશ,

મારી લાગણી બાકી સરિતા બની, આકરા ઢાળે સરત હો ને !

ખુદ રિસાઈને ખુદ પછી, માની જવાની આદત, 

મારી લાગણી ન્હોતી પર્ણ, બાકી કાયમ માટે ખરત હો ને !

આંસુ આંખોમાં બન્યાં ઝાંકળ, ન બની શક્યાં એ વાદળ,

મારી લાગણી બાકી છેક આકાશેથી ઝરત હો ને !

'મીરાં' છું તો માધવ ભક્તિ ધર્મ છે મારો,

મારી લાગણી હોત ઠાલી 'ઝંખના', તો તને જ ભેટ ધરત હો ને !

Rate this content
Log in

Similar gujarati poem from Romance