Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vallari Achhodawala

Others

4  

Vallari Achhodawala

Others

માવઠું

માવઠું

1 min
340

બની માવઠું આવ્યા કેમ પ્રભુ,

વરસો મેહુલિયો બની મુજ જીવનમાં.

મન વચન કર્મ તુજ ચરણે ધરું,

લાગણીની ધારે આવો મુજ જીવનમાં.

અંતરના ઓરતા ઉછાળા ભરે હૈયે,

પ્રેમની હેલી વરસવો મુજ જીવનમાં.

સંસાર મેળેમાં મન એકલું વલખે,

માયાવી આવરણો દૂર કરો મુજ જીવનમાં.

ટપટપ આંસુની ધાર વહે આંખોથી,

ગગનગોખ છોડી હવે આવો મુજ જીવનમાં. 

કયા કારણથી રિસાયા નથી સમજાતું,

દિલથી માફી આપો હવે મુજ જીવનમાં.

તમારી નજરોથી પાવન બની હું બાવરી,

અમૃતરસ છલકાવી દો હવે મુજ જીવનમાં.

Rate this content
Log in