Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINA SACHDEV

Drama

5.0  

BINA SACHDEV

Drama

મૌનના સાથી

મૌનના સાથી

1 min
238

મૌનનાં સાથી બનીશું,

હૈયાનો સંદેશો બનીશું.

નજરથી નજરનો મેળ,

જવાબ અને સવાલનો તોળ

કે લાગણી સવાલ બની શકે,

એમ તો બનશે ખબર હશે જ?

અમારી વેદનાએ;

અમારી ઇંતજારની વ્યથા સહી છે.

અમારી નશોમાં પણછની જેમ રહી છે.

જાણે મેઘની રાહમાં;

ધરામાં પડેલ તિરાડોની જેમ.

આજે,

વરસે જો વાદલડી,

મળશે શાતા ખોવાયેલા મનને;

એક નવો ઉમંગ મળશે.

મારે ગર્જવું છે, મારે વરસવું છે, અષાઢની આંખે,

બસ અમારે હવે!

શ્રાવણી ઝરમર મૂકી;

હૈયાનું મૌન, વેદનાનો સાગર, જુદાઈની પળ;

ફગાવી દૂર......

તમારી પાસે આવીને,

લાગણીનો જવાબ હૈયાને આપવાનો છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama