Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Romance

4.5  

Bharat Thacker

Abstract Romance

પાકટ પ્રેમ

પાકટ પ્રેમ

1 min
305


મંદિર પર ફરકતી મસ્ત ધ્વજા જેવું આપણા બેનું જીવન જાજરમાન છે

આપણી પતિ-પત્નીની વૃદ્ધ જોડ, સુખી દંપતીઓની શાન છે,


આપણા ઘરની સામે તો તાજમહલની નથી કાંઈ વિસાત

આપણું ઘર છે મહેક પરસેવાની અને તેમાં પ્રેમનું અનુસંધાન છે,


મા-બાપની રાખી કાળજી અને સંતાનોનો કર્યો સરસ મજાનો ઉછેર

આપણું દાંપત્ય જીવન તો સંસ્કારોની સુવાસિત પહેચાન છે,


જીવનનાં આ સફરમાં આપણે પહોંચ્યાં એકમેકના મન સુધી

દાંપત્ય જીવનને આપણે આપ્યું કેવું સરસ બહુમાન છે,


જિંદગીની કઈ કેટકેટલી તડકીછાંયડીઓ માણી છે સાથ સાથ

આપણે બંનેને તો સાથ સાથ વૃદ્ધ થવાનું વરદાન છે


આમતો સચ્ચાઈ છે સમાજની કે ‘આખરે તો આપણે બે જ’

કોઈ પણ જશે એક, જે બચશે બાકી, એની પણ નીકળી જવાની જાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract