સંતાનના સંતાનનું સ્વાગત ગીત
સંતાનના સંતાનનું સ્વાગત ગીત
પધાર્યા અમારે ત્યાં માતાજી, મહાલક્ષ્મી થયા અવતરીત છે
આજે એના પાવન પગલા થકી ઘરમાં ગુંજ્યુ જીવન સંગીત છે,
ઉંમરના આ પડાવે, જ્યારે જિંદગી ધીમી ગતિએ વધી રહી હતી શુષ્કતા તરફ
ત્યારે પધારેલ દીકરીની દીકરી થકી, અમારું જીવન થયું નવપલ્લવિત છે,
દોહિત્રી જન્મ થકી, જિંદગીમાં જામ્યો છે મસ્ત મજાનો કુટુંબ મેળો
દોહિત્રીને જોઈને એવું લાગ્યા કરે છે, દીકરીનું બચપણ થયું પુર્નજીવીત છે,
સંતાનના સંતાનનું જીવનમાં આગમન, બનીને રહે છે અલૌકિક
જિંદગીને જો સમજીએ તો, એમનું આગમન, જીવનના ચક્કરનું નવનીત છે,
જિંદગીમાં રમકડા, શાળા, મેળા, જાદુગર અને રમતગમતનું મેદાન પાછું આવવું છે નિહિત
કુદરતની આ ગોઠવણે બનાવ્યું છે અમને ગદગદિત, જિંદગી ફરી થઈ રહી પુલકીત છે,
મૂડીના વ્યાજમાં, બધાનું ચોંટેલું રહેતું હોય છે ચિત્ત દુનિયામાં સર્વથા ‘સૌરભ’,
સંતાનના સંતાનની તાન હોય છે જિંદગીમાં એવી, બધા દુઃખોને કરી શકે ચીત છે.