Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rashmi Patil

Abstract Romance

4  

Rashmi Patil

Abstract Romance

ફાગણનો ઉત્સવ

ફાગણનો ઉત્સવ

1 min
399

ફાગણના ઉત્સવની રીત અનેરી,

પ્રિયતમના આગમનની છું ઘેલી..

રંગે રંગાઈ છું પ્રિયતમના,

શ્યામના જ પ્રેમની છે મને તો તાલાવેલી..

કેવી અનોખી છે આ હોળી,

હું તારા રંગે રંગાઉં ને;

તું મારા શબ્દે રંગાય..

પ્રભુ તારા દર્શન માત્રથી જ

હું તો થઈ જાઉં અલબેલી..

પ્રિયતમના આગમનની હું છું ઘેલી..

ભક્તિ રંગે ન્હાવું છું,

સુધ-બુધ ખોઈ જાઉં છું,

તારા ચરણોની ધૂળ થઈ જાઉં છું,

પ્રભુ તારા સ્મરણ માત્રથી જ 

હું તો થઈ જાઉં શર્મિલી..

પ્રિયતમના આગમનની હું છું ઘેલી.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract