Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mr Kaushal N Jadav

Drama Romance

5.0  

Mr Kaushal N Jadav

Drama Romance

પ્રેમમાં શું શું થતું હોય ?

પ્રેમમાં શું શું થતું હોય ?

2 mins
405


અચાનક થતી એક મુલાકાત હોય,

નજીવો એવો વાર્તાલાપ હોય,

"હાઇ હેલ્લો" થતું હોય,

"પછી મળશું" ના વાયદાઓ હોય,

અને ફરી ફરી મુલાકાત થતી હોય,


એકમેક ના હૈયે ધબકતા હોય,

ખબર અંતર પૂછતા હોય,

રોજ સંદેશાઓ પાઠવતા હોય,

અંતર ના ઉમળકાઓ આવતા હોય,


નામ કાને પડતા જ ફૂલ શી મુસ્કાન આવતી હોય,

દિલ તરંગીત અને મન રોમાંચિત થતું હોય,

હૈયે ઉમંગો ઉઠતા હોય,

અને પહેલ ની રાહ જોવાતી હોય,


અંતે એક ઝુકાવે દિલ અને એક ની બાહો ખુલતી હોય,

આંખો જુકાવી ને જ પ્રેમ ની મંજુરી મળતી હોય,


ઇશારા ઈશારા માં "હા" પડાતી હોય,

એકલા એકલા પણ હસી આવતી હોય,


એક સાથે બે બે હૈયામાં એક જ જીવ રહેતો હોય,

દિલ અને દિમાગમાં એક જ હામ રહેતી હોય,


એમના માટે જાન પણ કુરબાન થતી હોય,

એક એક વેણ માટે જીવ દેવાની તૈયારી થતી હોય,


સામસામે મુસ્કાન ની છોળો ઊડતી હોય,

દૂર હોવા છતાં પણ અંતર માં રહેતાં હોય,


દિલ ના તાર જોડી ને પ્રેમ સંપર્ક સાધતા હોય,

કદાચ આવી જ રીતે પ્રેમ થતો હોય,


એકબીજા ને મળતા હોય,

સાથે વાતો કરતા હોય,

હાથ પકડી ને ફરતા હોય,

પ્રણય ના ગીતો ગાતા હોય,


પછી મળે વિરહની વેદના જો,


બેય ના દિલડા દુખતા હોય,

આંખો માં આંસુ સરતા હોય,

હોઠ બોલતા કાપતાં હોય,

હાથ થરથર ધ્રૂજતા હોય,


દીવસ ને રાત ના રુદન હોય,

દિલ માં એમનું નામ અને આંખોમાં અશ્રુજામ હોય,

વિરહ ના ગીતો ગવાતા હોય,

દિલ માં વધી જતાં એકમેક ના દામ હોય,


રાહ એકમેક ની જોવાતી હોય,

હૈયે હૈયું દળાતું હોય,

વાત વાત મા રડાતું હોય,

અને કદાચ ત્યારે જ પ્રેમનું મૂલ્ય સમજાતું હોય,


કાગળ કલમ વચ્ચે પ્રેમ ઉભરાતો હોય,

શાયર બની ને શાયરીઓની રચના થતી હોય,

દરેક રચનામાં એમનું નામ હોય,

એ જ ખાસ અને બીજા બધા આમ હોય,


શબ્દે શબ્દે એમની તસવીર છપાતી હોય,

મનથી દિલને મિલનની અપેક્ષા અપાતી હોય,


દિલ રૂપી કાગળ પર કલમનું ખંજર ચાલતું હોય,

આમ એક દર્દની નવી તસ્વીર ઉભરાતી હોય,


આંખોમાં આંસુ અને હાથોમાં જામ હોય,

પછી જે પ્રેમ થાય એ તો સારેઆમ હોય,

અંતે એકબીજાની યાદોમાં અમર થઈ જવાતું હોય,


કદાચ સાચો પ્રેમ આમ જ હોય.



Rate this content
Log in