Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Children Stories

3  

Smita Dhruv

Children Stories

પરંપરા

પરંપરા

1 min
380


રમત-રમતમાં જગન મનનને પૂછી બેઠો એક વાત,

" હેં લ્યા, કેમ આ પીળું શર્ટ ? આ તે કેવી વાત ?"


મનન કહે, " જગન, ફક્કડ શર્ટનો વટ મારા દાદાનો છે ! "

વળેલો કોલર, માંહ્ય બટન, અંદાજ મારા નાનાનો છે ! "


"નિત-નવી દેશ-વિદેશની વાતો છે મારાં દાદીમાંની,

અંતર મનમાં વિચારોની ધારા વહે છે નાનીમાંની !"


"ફોઈબા બહુ લાડ લડાવે, મને પકવાન જમાડે છે !

માસી ખોળામાં બેસાડી, ગલી કરીને હસાવે છે !"


"ફુઆ છે હોશિયાર શ્રેષ્ઠી, ગામમાં તેમનું માન છે,

માસા અપાવે કુલ્ફી-આઈસક્રીમ, મજાની દુકાન છે !"


"ખરી વાત છે તારી મનન,"જગન ત્યાં બોલી ઉઠ્યો,

"વડીલો સૌ ભેગાં મળીને, આપે છે જીવનનો રોલો !"


"દાદા વ્હાલા-દાદી વ્હાલા, વ્હાલાં નાના-નાની,

તેમની ટોળી ભેગી થઇ, શીખવે સૌને દુનિયાદારી !"


Rate this content
Log in