Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Drama Fantasy

4  

Smita Dhruv

Drama Fantasy

સોનેરી સવાર

સોનેરી સવાર

1 min
23.5K


આજ સપનામાં આવી'તી મારી સોનેરી સવાર !


ક્યાંક આડે હાથે મૂકાઈ ગઈ,

ફૂલો શી મહેકતી, મારી સોનેરી સવાર !

સૂરજનાં કિરણોથી ઝળકતી,

ખિલખિલાટ હસાવતી, મારી સોનેરી સવાર !


કોઈ જૂઓ તો મને કહેજો,

યાદ બહુ આવે મને, મારી સોનેરી સવાર !

કોઈએ ચોરી તો નથી ને,

સોને-રૂપે મઢેલી, મારી સોનેરી સવાર !


દૂર-દૂરથી પોકાર કરતી,

શું મારાથી રિસાઈ છે ? મારી સોનેરી સવાર !

આળસ મરડીને તે આવી,

બોલી કે હું આ રહી, મારી સોનેરી સવાર !


રમતી'તી હું સંધ્યા સાથે,

પણ હવે છું હું તારી પાસે, મારી સોનેરી સવાર !

સૂરજદાદાની નાની દીકરી,

લાવે તે શુકનનો રસથાળ, મારી સોનેરી સવાર !


Rate this content
Log in

Similar gujarati poem from Drama