Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational Children

4  

Falguni Rathod

Inspirational Children

પતંગિયું

પતંગિયું

1 min
344

મારા બાગમાં આવ્યું મજાનું એક પતંગિયું;

રંગીન પાંખોવાળું આવ્યું મજાનું એક પતંગિયું,

ફૂલડે ફૂલડે કેવું ઘૂમી રહ્યું,

નીતનવી ડાળીએ ઝૂલી રહ્યું;

દિલડા સૌના કેવા ચોરી રહ્યું,

મારા બાગમાં આવ્યું મજાનું એક પતંગિયું;

રંગીન પાંખોવાળું આવ્યું મજાનું એક પતંગિયું,

ઝીણી ઝીણી આંખે કેવું ગોતી રહ્યું,

ફરર ફરર ફોરમને સૂંઘી રહ્યું;

બાલુડા સંગે કેવું એ નાચી રહ્યું,

મારા બાગમાં આવ્યું મજાનું એક પતંગિયું;

રંગીન પાંખોવાળું આવ્યું મજાનું એક પતંગિયું,

સવાર થાતા કેવું આવી રહ્યું,

 પુષ્પોની ઝાકળને ચાખી રહ્યું;

ગીતડા મજાના કેવા લલકારી રહ્યું,

મારા બાગમાં આવ્યું મજાનું એક પતંગિયું;

રંગીન પાંખોવાળું આવ્યું મજાનું એક પતંગિયું,

સૌના મન હરી લેતું કેવું ઊડી રહ્યું,

ઝટપટ દોડ એ આભે લગાવી રહ્યું;

'ફાગ' ની સંગે કેવું મુક્ત બની ફરી રહ્યું,

મારા બાગમાં આવ્યું મજાનું એક પતંગિયું;

રંગીન પાંખોવાળું આવ્યું મજાનું એક પતંગિયું.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational