Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Inspirational

4.7  

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Inspirational

સાચો હીરો સોહે સરહદે

સાચો હીરો સોહે સરહદે

1 min
338


હે.. જી.. 

હીરો સાચો જે સરહદે ઊભો, ઈ નહીં કોઈ નાચણિયાની નાચતી ઓલાદ 

ઈ તો દેશ માટે બાજી જીવની ખેલે, છાતી છપ્પનની ખરી એ વીરની કહેવાય,


હે.. જી 

હીરલો સાચો પરખીએ સદા, જોઈ એની પગલે પડતી સંસ્કારોની ભાત 

એવા આચરણ એના નિરૂપણ કરે, એ હીરોની જીવનની સાચી રીતભાત,


જો.. ને.. 

સત્કાર્યમાં સદા રહે મોખરે, અને દુઃખમાં બીજાને આપે હૈયામાં ઘણી હામ 

ભય ઈ ભડવીરને સ્પર્શે નહીં, હોય એને મોત સામે ઝઝૂમવાની આશ,


જો.. ને 

પારકા ધનની જેને લાલચ નહીં, રાખે જાત મહેનત પર સદા પૂરો વિશ્વાસ 

પારકી જણીને મા બહેન માને, જેના તનમાં ન ફરકે જરીય ખોટા વિચાર,


હે... જી. 

વસુંધરા સદા આ હીરો પર ગર્વ કરે, ધન ધન ગણાય આ વીરને જણનાર 

કુળને ઉજાળે આ હીરો શૌર્ય સંસ્કારથી, એના ઉજળા કહેવાય કુટુંબ પરિવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract