Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

શ્રીહરિ..!

શ્રીહરિ..!

1 min
365


શબ્દોની શું સજાવટ કરું શ્રી હરિ !

આખ્ખે આખી જાત ધરું શ્રી હરિ !


તારું નામસ્મરણ એક આધાર છે,

ને પછી બીજે ક્યાં ક્યાં ફરું શ્રી હરિ !


અંતર મારું ભીંજાયું તારા નામથી,

ભવનિધિ તારા નામથી તરું શ્રી હરિ !


વસે વહાલમ મુજ ઉરે નાથ તું સદા,

તારી યાદમાં હું નયનો ભરું શ્રી હરિ !


થજે કૃપાળુ દરશન દેવા મુજને કદી,

ચરણરજ પામવાને કરગરું શ્રી હરિ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational