Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjunsinh Raulji

Inspirational Others

3  

Arjunsinh Raulji

Inspirational Others

સપના

સપના

1 min
341

માણસને જીવવા માટે જોઇએ છે સપનાં,

સાચાં-ખોટાં –સારા-નરસાં.

ચેતનાને ખખડધજ શરીરમાં ઓતપ્રોત કરીને,

હોઠ વિના પણ હસવા સપના જોઇએ.

શબ્દથી શબ્દને ઊતરડીને પણ,

સપનામાં મસાલો ભરવો પડે.

અજાણ બનીને પણ જ્યાં ઘસડે સપનાં,

તિખ્ખો-સુક્કો- ફિક્કો-ઊખડ્યો-ઊબડ્યો.

ગીચ છાતી ઉપર હાથ ફેરવવો પડે,

મોડી રાતનાં – વહેલી સવારનાં સપના.

આંખ સામે ટોળે વળતા અંધારાથી,

અંધારમાંય ના ઓગળતી છાયાઓથી,

ઘેરાયેલાં સપના.

પણ...

હું તો નરી આંખે જોઇ લઉ,

પેલી પટ્ટીની આરપાર અગાધ ખાડીમાં

મને ગમતાં – અણગમતા.

ઊંડું ઊડું તળિયું ધરાવતાં,

સપનાં સાથે ખુલ્લી આંખે રમું છું,

વાયરે વાત ઊડે-કે-ના ઊડે.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational