Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

તલેતલનો હિસાબ

તલેતલનો હિસાબ

1 min
1.3K

તલેતલનો એ હિસાબ રાખે છે,

ગુણદોષ આપણાં એની આંખે છે,

નાતજાતના વાડા નથી પસંદ એને,

શબરીનાં એઠાં બોરને એ ચાખે છે,

સતત આપણે અહં ધરીએ આપણો,

એને લાગે આપણે એની કાંખે છે,

ગ્રહ નક્ષત્રો આપણે જોવડાવીએ ને,

એ તો પગલું જોઈને ભાવિ ભાખે છે,

ભક્તનું હોય છે એનેય ગુમાન કેટલું !

મારો સેવક આખરે એક લાખે છે,

વધતાં અંતરની આરત ભક્ત તણી,

અવગુણ એના એ સમંદર નાખે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational