આત્મહત્યા
આત્મહત્યા
રચના પ્રકાર - માઈક્રોફિક્શન
સમાવિષ્ટ શબ્દ - ચટણી
પોતાની નિષ્ફળતાથી હારી ગયેલ કોટામાં અભ્યાસ કરતો 17 વર્ષનો અથર્વ હોસ્ટેલનાં રૂમનો દરવાજો બરાબર ઠાંસી પોતાનું જીવન ટૂંકાવવાનાં વિચારોથી ટેબલ પર ચડે છે અને પંખા પર લટકાવેલ દોરડું પોતાના ગળામાં અટકાવે છે. ત્યાં જ અથર્વની નજર તેની સામે પારદર્શક ડબ્બામાં રહેલ ફુગાઈ ગયેલી ચટણી પર પડે છે.
માઁ એ બીમારીની અવસ્થામાં પણ પોતાના એક ના એક લાડકા દીકરા માટે તેની મનપસંદ ફુદીનાની ચટણી બનાવી આપી બોલેલા શબ્દો "લે આ ચટણી સાથે બે રોટલી વધારે ખાજે અને ખુબ મન લગાવી ભણી મારું તને સફળ જોવાનું સપનું પૂરું કરજે" યાદ આવતા અથર્વ એકાએક ટેબલ પરથી નીચે ઉતરે છે અને મુર્જાઈ ગયેલ ફૂલોના હાર વાળો પોતાની માઁ નો ફોટો હાથમાં લઈ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે.
✍🏻️ નૈઋતિ ઠાકર 'નેહ'