Ashvin Kalsariya

Drama Romance Thriller

4.7  

Ashvin Kalsariya

Drama Romance Thriller

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 17

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 17

8 mins
310


(આગળનાં ભાગમાં જોયું કે આર્ય કાયરા ને એક એડ્રેસ મેસેજ કરે છે અને ત્યાં જવા કહે છે અને કહે છે કે ત્યાં થી તેની બીજી શરત ની ખબર પડશે, કાયરા અને બાકી ત્રણેય એ એડ્રેસ પર જાય છે તે એક જૂનું ઘર હતું, બધા ત્યાં અંદર જાય છે અને તપાસ ચાલુ કરે છે, આરવને અંદર રૂમમાં કબાટ અંદર ખાલી બોકસ મળે છે અને તેમાં પાછળ ખૂણામાં “S” લખેલ હોય છે, આર્ય ફોન કરીને કહે છે કે તેની અંદર જે વસ્તુ છે તેને તે વસ્તુ જુવે છે અને જો ટાઈમ પર શોધી ને ના આપી તો તે વિડિઓ બહાર પાડી દેશે, આખરે કઈ રીતે ખબર પડશે બોકસનું રહસ્ય)

આરવ, રુદ્ર, કાયરા અને ત્રિશા હોલમાં બેઠા હતા, ચારેય સોફા પર અલગ અલગ ખૂણે બેઠાં હતાં, તેમની નજર ત્યાં ટેબલ પર પડેલ બોકસ પર હતી. બધા મૂંઝવણમાં હતાં કે આખરે શું કરવું.

“આ કોણ છે જે આવાં કામો આપે છે ” ત્રિશાએ કહ્યું.

“અત્યારે તો બસ આ બોકસ અંદર શું છે એ જાણવું જરૂરી છે ” કાયરા એ કહ્યું.

“પણ કંઈ રીતે, ખાલી કવર જોઈને તેનાં અંદરનો લેટર વાંચવો કેમ” રુદ્ર એ કહ્યું.

“એક રસ્તો છે” આરવે કહ્યું.

“શું?” કાયરા એ આરવ સામે જોતાં કહ્યું.

આરવે પોતાનો મોબાઈલ કાઢ્યો અને પોતાની ઓફિસ પર કૉલ લગાવ્યો અને કહ્યું. , “મારું એક કામ કરો, હું એક એડ્રેસ મેસેજ કરું છું ગર્વમેન્ટ ઓફિસમાંથી માહિતી મેળવો કે એ ઘર કોનું છે”, સામે છેડે થી પેલાં વ્યકિત એ હા કહી.

“આરવ, તને શું લાગે છે આનાથી કંઈ ફાયદો થશે” રુદ્ર એ કહ્યું.

“ખબર નહીં પણ ખાલી બેસી રહેવા કરતાં કંઈક તો કરવું જ પડશે, ડૂબતો વ્યક્તિ પણ હાથ તો ફફડાવે જ છે” આરવે કહ્યું.

“સાચી વાત છે, કોઈ ના કોઈ રસ્તો મળી જ જશે” કાયરા એ કહ્યું.

પચ્ચીસ મિનિટ જેવો સમય પ્રસાર થઈ ગયો, ત્યાં જ આરવનાં ફોનમાં એક મેસેજ આવ્યો, આરવે તે ચેક કર્યા અને વાંચ્યો.

“શું થયું ?” રુદ્ર એ કહ્યું.

“ખબર પડી ગઈ એ ઘર કોનું છે” આરવે કહ્યું.

“કોનું છે?? ” કાયરા એ અધીરા થતાં કહ્યું.

“સિદ્રાર્થ ખુરાના” આરવે કહ્યું.

“સિદ્ધાર્થ ખુરાના......... આ નામ તો કંઈક સાંભળ્યું છે” રુદ્ર એ યાદ કરતાં કહ્યું.

“હા મે પણ આ નામ સાંભળ્યું છે ” કાયરા એ કહ્યું.

“કયાં સાંભળ્યું છે? ” આરવે બંને તરફ જોતાં કહ્યું.

“આ તો એક લેખક છે” રુદ્ર એ યાદ આવતાં કહ્યું.

“લેખક? તને કંઈ રીતે ખબર ? ” આરવે કહ્યું.

“અરે એકવાર મારા પ્રોડક્શન હાઉસમાં જે ફિલ્મ બની હતી તેની સ્ટોરી આણે જ લખી હતી પણ અમુક કારણોથી તે રીજેક્ટ થઈ ગઈ હતી ” રુદ્ર એ કહ્યું.

“આરવ એ લેખક છે નહીં , હતો” કાયરા એ કહ્યું.

“મતલબ ” આરવે કહ્યું.

“છ - સાત મહિના પહેલાં એ મરી ચૂકયો છે” કાયરા એ કહ્યું.

“વોટ ? ” આરવે કહ્યું.

“હા, આરવ એ મરી ચૂક્યો છે ” કાયરા એ કહ્યું.

“કંઈ રીતે?? ” આરવે કહ્યું.

“એ ખબર નહીં પણ પોલીસ તપાસમાં ખબર પડી કે તેણે સુસાઈડ કરી હતી ” કાયરા એ કહ્યું.

“કેમ?? ” ત્રિશાએ કહ્યું.

“એ તો ખબર નથી ” કાયરા એ કહ્યું.

“મતલબ આ બોકસ સિદ્રાર્થ ખુરાના નું હતું અને આની અંદર જે હતું તે વસ્તુ એ વ્યક્તિ ને જોતી છે” રુદ્ર એ કહ્યું.

“પણ ખબર કંઈ રીતે પડશે કે આ બોકસમાં શું હતું કારણ કે કંઈક તો એવું હશે જ કે આટલી માથાકૂટ થાય છે ” ત્રિશાએ કહ્યું.

“એ માટે તો આપણે સિદ્રાર્થ ખુરાના વિશે જાણવું પડશે, કાયરા તું એની વિશે બીજું કંઈ જાણે છે ” આરવે કહ્યું.

“નહીં આરવ, હું તો બસ એક-બે વાર મળી હતી, મને એનાં વિશે કોઈ આટલી બધી માહિતી નથી” કાયરા એ કહ્યું.

“તો હવે કંઈ રીતે એના વિશે માહિતી મળશે” ત્રિશાએ કહ્યું.

“એક વ્યક્તિ છે જે એનાં વિશે માહિતી આપશે” કાયરા એ કહ્યું.

“કોણ? ” આરવે કહ્યું.

“પુરોહિત મિશ્રા” કાયરા એ કહ્યું.

“આ વખતે બેસ્ટ સેલિંગ ઓથર નો એવોર્ડ જીત્યો એ જ ને” ત્રિશાએ કહ્યું.

“હા એજ તે શાયદ આપણને સિદ્રાર્થ ખુરાના વિશે જણાવશે” કાયરા એ કહ્યું.

“તો ઠીક છે આપણૈ તેને મળવા જઈએ” આરવે કહ્યું.

“ઠીક છે હું તેનાં સેક્રેટરી ને કૉલ કરીને જાણ કરી દઉં” કાયરા એ કહ્યું.

“ઓકે, આપણે બધા ફ્રેશ થઈ જઈએ” આરવે કહ્યું.

કાયરા એ કૉલ કરીને વાત કરી અને તેમને મળવાની પરમિશન મળી ગઈ, બધા ફ્રેશ થઈ ને તેમના ઘરે જવા માટે નીકળી ગયા. વિશાળ બંગલા આગળ બધા પહોંચી ગયા, વોચમેન એ પહેલાં તેને અટકાવ્યા પણ કાયરા એ તેની સેક્રેટરી સાથે વાત કરાવી અને તેમને અંદર જવા દીધા. બધા ઘરમાં પહોંચ્યા તો ત્યાં રહેલા નોકરે બધાને લિવિંગ રૂમમાં બેસવા કહ્યું. . એક વિશાળ રૂમ હતો જેમાં વચ્ચોવચ્ચ સોફા ગોઠવેલા હતા. એક દીવાલ પર પુસ્તકો ગોઠવેલા હતા અને બીજી આખી દીવાલ મેડલ અને ટ્રોફી થી ભરેલ હતી. થોડીવાર કાયરા એ બધા એવોર્ડ જોતી રહી કારણ કે તેને પણ આ બધું મેળવવું હતું. બધા સોફા પર બેઠાં અને રાહ જોવા લાગ્યા. થોડીવારમાં એક વ્યક્તિ અંદર આવ્યો, સફેદ કુર્તી અને પાયજામ પહેરેલો અને કથ્થઈ કલરની શાલ ખભે નાખેલી હતી. માથામાં થોડાં વાળ સફેદ હતાં, લંબચોરસ ફ્રેમ નાં ચશ્માં પહેર્યાં હતા. તેને જોઈને બધા ઊભાં થઈ ગયા. કાયરા એ તેમને નમસ્કાર કર્યા અને તેને જોઈને બાકી બધાએ પણ તેને નમસ્કાર કર્યા. તે વ્યક્તિ સામે આવેલ સોફા પર બેઠાં.

“કાયરા, તારી નવી બુક માટે ખૂબ ખૂબ અભિનંદન” પુરોહિત મિશ્રા એ કહ્યું.

“થેન્કયુ સર” કાયરા એ કહ્યું. , ત્યારબાદ તેણે બધાનો પરિચય મિસ્ટર પુરોહિત મિશ્રા સાથે કરાવ્યો.

“ઓહહ, તો તમે બંને છો જે હવછ બુક પર પૈસા લગાવી રહ્યાં છો” પુરોહિત મિશ્રા એ કહ્યું.

આરવ અને રુદ્ર એ હકારમાં માથું હલાવ્યું.

“ગુડ, હવે લોકો બુક પર પણ ધ્યાન આપશે એ વિચારીને બહુ ખુશી થઈ ” પુરોહિત મિશ્રા એ કહ્યું.

તેમણે બધા માટે ચા અને નાસ્તો મંગાવ્યો. બધા એ ચા નાં એક બે ઘૂંટ પીધા અને પછી આરવે કહ્યું. “સર, અમે અહીં એક કામ થી આવ્યા છીએ ”

“હા બોલો” પુરોહિત મિશ્રા એ કહ્યું.

આરવે કાયરા સામે જોઈ અને હકારમાં માથું હલાવ્યું એટલે કાયરા એ કહ્યું. , “સર અમારે સિદ્રાર્થ ખુરાના વિશે જાણવું છે”

“સિદ્રાર્થ ખુરાના...... હમમ પણ એનાં વિશે કેમ? ” પુરોહિત મિશ્રા એ કહ્યું.

“સર અમે એક સ્ટોરી બનાવવા માંગીએ છીએ અને અમે તેનાં વિશે ઘણું સ્ટડી કર્યું પણ સર એન્ડ માં થોડું પ્રોબ્લેમ છે એમની મોત અને એ બધું ” રુદ્ર એ બહાનું બનાવતાં કહ્યું.

“હમમ, હતો તો એ ટેલન્ટેડ પણ કહેવાય છે ને જયારે વિકૃતિ મગજમાં હોય ત્યારે અધોગતિ જ આવે છે ” પુરોહિત મિશ્રા એ કહ્યું.

“મતલબ ?” આરવે કહ્યું.

“સિદ્રાર્થ હતો તો 26-27 વર્ષ નો પણ તેનું માઈન્ડ એન્ડ ઈમેજીનેશન ગજબનું હતું પણ અજુગતું એ હતું કે તેણે કયારેય પોતાની બુક પબ્લિશ જ ના કરી, તે ફિલ્મો માં અમુક સીન લખતો પણ પોતાની સ્ટોરી કયારેય લોકોને કહેતો નહીં” પુરોહિત મિશ્રા એ કહ્યું.

“આવું કેમ??? ” આરવે કહ્યું.

“એ તો ખબર નથી પણ એટલું જરૂર જાણું છું કે એ હતો તો એક સારો લેખક પણ ખબર નહીં અચાનક શું થયું અને વિકૃતિ અને હવસ તેનાં પર હાવી થઈ ગઈ ” પુરોહિત મિશ્રા એ કહ્યું. \

“વિકૃતિ અને હવસ ?? ” ત્રિશા એ કહ્યું.

“હા, તે ફિલ્મો માં જે સીન લખી ને આપતો તે મોટા ભાગે લવ સીન હતા પણ અચાનક તે બળાત્કાર અને ***નાં સીન આપવા લાગ્યો અને એ પણ કોઈ સાધારણ નહીં પોતાના સાથી ને બાંધી તેને યાતનાઓ આપી અને તેનો હિંસક આનંદ લેવો એવા સીન તે લખતો થઈ ગયો, અમે બધા હેરાન હતા તેની એક સ્ટોરી આ કારણે તો રિજેક્ટ જ થઈ ગઈ હતી ” પુરોહિત મિશ્રા એ કહ્યું.

“હા તે ફિલ્મ મારા પ્રોડક્શન હાઉસમાં જ તૈયાર થઈ હતી પણ સિદ્ધાર્થ ના બદલે બીજા ની સ્ક્રિપ્ટ લેવામાં આવી હતી ” રુદ્ર એ કહ્યું.

“હમમ, તે બદનામ થઈ ચૂક્યો હતો કારણ કે લોકો તેને વિકૃત અને હવસ નો હૈવાન સમજતાં હતા એટલે જ તેને બધા સાયકો સિદ્રાર્થ કહેવા લાગ્યા, તેણે ઘરમાંથી બહાર આવવાનું જ બંધ કરી દીધું અને એક દિવસ ન્યૂઝ મળ્યા કે તેણે સુસાઈડ કરી લીધું” પુરોહિત મિશ્રા એ કહ્યું.

“પણ સુસાઈડ શા માટે કર્યું??? ” આરવે કહ્યું.

“તપાસ કરી તો ખબર પડી કે તે ડ્રગ લેતો હતો અને ડિપ્રેશનમાં પડી ગયો હતો અને તેનાં ઘરમાં ઘણી અભદ્ર વસ્તુઓ પણ મળી હતી બધા એ એજ માની લીધું કે લોકોનાં ધિક્કાર થી તેણે સુસાઈડ કરી લીધું” પુરોહિત મિશ્રા એ કહ્યું.

“હમમ મતલબ તે એક નેચરલ ડેથ હતી” કાયરા એ કહ્યું.

“હા, લોકોનું તો એવું માનવું છે પણ મને આ વાત પર વિશ્વાસ નથી કારણ કે તેણે એક ફંકશનમાં જે સ્પીચ આપી હતી એ મને હજી યાદ છે અને એ વાતો પરથી એવું જ લાગે છે તે કયારેય સુસાઈડ ન કરી શકે” પુરોહિત મિશ્રા એ કહ્યું.

“સર આ બોકસ પણ સિદ્ધાર્થ ખુરાના નું છે તમે આનાં વિશે જાણો છો” કાયરા એ બોકસ બતાવતાં કહ્યું.

પુરોહિત મિશ્રા એ બોકસ જોયું અને કહ્યું. , “ના આ બોકસ વિશે તો હું નથી જાણતો”

“સર એવું કોઈ બીજું છે જે તેને એકદમ નજીક થી જાણતું હોય અને તેની સાથે રહેતું હોય” આરવે કહ્યું.

“હા, હું તેનાં ઘરે ગયો હતો ત્યારે એક નોકર છે જેને તે પોતાનો ફેમિલી મેમ્બર જ માનતો હતો...અઅઅ્..... હા રાજુ નામ હતું એનું અને યાદ છે ત્યાં સુધી સિદ્રાર્થ ના ઘરની નજીક જ એક ચોલ હતી ત્યાં જ રહેતો હતો” પુરોહિત મિશ્રા એ કહ્યું.

“થેન્કયુ.... થેન્કયુ સર તમારી આ માહિતી અમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થશે” રુદ્ર એ કહ્યું.

બધા ઉભા થયા અને તેમનો આભાર માન્યો, “કાયરા આશા કરું છું કે આ વખતે તારી આ બુક બધા રેકોર્ડ તોડે અને તું જે એવોર્ડની હકદાર છે તે તું મેળવે” પુરોહિત મિશ્રા એ કહ્યું.

“આપનો ખૂબ ખૂબ આભાર સર, હું પૂરી કોશિશ કરી કે આ વખતે તે એવોર્ડ મેળવી જ લઈ” કાયરા એ કહ્યું.

બધા લોકો ઘરની બહાર ગયા અને કારમાં બેસી અને નીકળી ગયા. કાયરા ના ઘરે પહોંચ્યા અને બધા આરામ કરવા લાગ્યા, કાયરા એ બધા માટે ચા બનાવી અને બધા ચા પીવા લાગ્યા.

“હવે આ રાજુ ને શોધવો પડશે” રુદ્ર એ કહ્યું.

“હમમ , પણ કંઈ રીતે શોધશું ??” ત્રિશાએ કહ્યું.

“હા હવે એક પ્રોબ્લેમ સોલ્વ થાય ત્યાં બીજી આવે છે ” કાયરા એ ચા ની ચૂસકી લેતાં કહ્યું.

“અહીં સુધી આવી ગયા તો હવે આગળ પણ જશું ” આરવે કહ્યું.

“પણ આ રાજુ સુધી કંઈ રીતે પહોંચવું” રુદ્ર એ કહ્યું.

“પુરોહિત સર એ કહ્યું. હતું તે સિદ્રાર્થનાંં ઘરની નજીક ની ચોલમાં જ રહે છે મતલબ આપણે ત્યાં ચેક કરવું પડશે” આરવે કહ્યું.

“પણ શું લાગે હજી સુધી તે ત્યાં રહેતો હશે?” કાયરા એ કહ્યું.

“જોઈએ એકવાર કોશિશ તો કરી જોઈએ” આરવે કહ્યું.

હવે આખરે “S” નો મતલબ ખબર પડી ગયો અને તે હતો સિદ્રાર્થ ખુરાના પણ તે મરી ચૂકયો હતો, પણ પુરોહિત મિશ્રા ની માહિતી પછી એક નવો રસ્તો મળ્યો હતો અને તે હતો રાજુ, પણ શું હકીકતમાં સિદ્રાર્થ ખુરાના એ સુસાઈડ કરી હતી અને આર્ય નું તેનાં સાથે શું કનેક્શન હતું અને આખરે હકીકત શું છે એ બોકસની ?, શું છે એ બોકસમાં?, હવે થોડાં સમયમાં જ ખબર પડી જશે કે આ રહસ્યોની માયાજાળમાં કોણ ફસાયું છે અને કોણ આ માયાજાળનો માસ્ટર છે, તો જાણવા માટે વાંચતા રહ્યો, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી”


Rate this content
Log in

Similar gujarati story from Drama