Kaushik Dave

Romance

3  

Kaushik Dave

Romance

ચાલ સમાધાન કરીએ

ચાલ સમાધાન કરીએ

2 mins
255


'હવે હું બદલાઈ ગયો છું.'

'ના હજુ પણ એવો જ છે. મને તારા વિશે ખબર પડી છે. તારી એક એક માહિતી મારા સુધી પહોંચે છે. હું તને મળવા માંગતી નથી.' આટલું બોલીને હિમાંશીએ કોલ કટ કર્યો.

કરણે ફરીથી કોલ કર્યો.પણ ફોન ઉપાડ્યો નહીં.

કરણ બબડ્યો.. 'સારું છે કે બ્લોક કર્યો નથી. હજુ પણ મને આશા છે. અમે બંને ફરીથી મળીશું.'

બીજા દિવસે કરણે નક્કી કર્યું કે હિમાંશીની ઓફિસે જાઉં અને એની સાથે વાત કરું. જતી વખતે એની નજર એક વ્યક્તિ પર પડી. એ હસ્યો.. મારી જાસુસી કરે છે ‌આજ બધી માહિતી આપે છે પણ ખોટી. અમારા બંને વચ્ચે આમ ભેદરેખા કેમ બનાવે છે ? શું એનો સ્વાર્થ હશે ?

એટલામાં કરણના ફોનની રીંગ વાગી. જોયું તો હિમાંશીનો કોલ હતો. ફોન ઉપાડ્યો.

હિમાંશી:- 'હુ તને મળવા માગું છું.'

કરણ:-' પણ ક્યાં?'

હિમાંશી:-' 'મને ખબર પડી કે તું મારી ઓફિસ બાજુ આવી રહ્યો છે.એટલે નજીકની હેવમોર હોટલમાં બેસીને તારી રાહ જોઉં છું. સીધો મને મળજે.'

કરણ:-' ઓકે.'

થોડીવારમાં કરણ હોટલમાં પહોંચી ગયો.

હિમાંશી:-' સોરી.. વાંક મારો પણ છે. મને પછી લાગ્યું કે વધુ પડતું થયું. મને તારા વિશે ખોટી માહિતી મળતી હતી. સોરી.. હું પણ થોડી શંકાશીલ તો છું જ. જુની વાતો ભૂલીને સમાધાન કરીએ. જીવનમાં આગળ વધવું છે ?'

કરણે હિમાંશીનો હાથ પકડી લીધો.

બોલ્યો:-' સોરી..ચાલ આપણે સાથે આઈસ્ક્રીમ ખાઈએ.'

હિમાંશી:-' એટલે તો હેવમોરમાં બેઠા છીએ. તો તારા માટે ચોકલેટ અને મારા માટે પણ ચોકલેટ.'

કરણ:-' એટલે હવે તું પણ ચોકલેટ પર આવી ગઈ?'

હિમાંશી:-' એક શાયરી સાંભળ.

લાખો સવાલ જહન મેં ગુફતગૂ કિયા કરતે હૈ,

બે પનાહ મોબ્બત કરને વાલે ક્યોં ખામોશ જિયા કરતે હૈ !


Rate this content
Log in

Similar gujarati story from Romance