Rahul Makwana

Inspirational

3  

Rahul Makwana

Inspirational

ચેલેન્જ

ચેલેન્જ

3 mins
474


મિત્રો, આપણે એકબીજા સાથે વાત - ચીત કરવાં માટે અલગ અલગ પ્રકારનાં માધ્યમનો ઉપયોગ જેવા કે ઈમેઈલ, ટપાલ, કાગળ, વ્હોટ્સ અપ, મેસેન્જર એવાં વગેરે માધ્યમનો ઉપયોગ કરતાં હોઈએ છીએ....જેમાંથી કેટલાં મેસેજ કે ઇમેઇલ એવા પણ હોય છે કે જે આપણને જીવનપર્યંત યાદ રહી જતાં હોય છે. મારા માટે બે મેઈલ ખુબ જ મહત્વનાં હતાં.


મેં જ્યારે ગુજરાતી સાહિત્યમાં લખવાની શરૂઆત કરી, ત્યારે મને મારી રચનાઓ કઈ વેબસાઈટ પર કે એપ્લિકેશન પર અપલોડ કરવી તેનો જરાપણ ખ્યાલ ન હતો. એવામાં ઈન્ટરનેટ પરથી મને એક ખુબ જ જાણીતી ગુજરાતી સાહિત્યની વેબસાઈટ વિશે માહિતી મળી, જેમાં તેઓનું ઇમેઇલ એડ્રેસ પણ આપેલ હતું. આથી મેં મારા દ્વારા લખાયેલ એક નવલિકા જે મારી સાથે બનેલ હોરર રિયલ ઘટનાં પર આધારીત હતી તે મોકલી આપી, અને સાથે સાથે એ લોકોનો પ્રતિભાવ ચોક્કસપણે આપવાં મેં આજીજી કરેલ હતી....!


લગભગ મને એક મહિના બાદ એ વેબસાઈટ દ્વારા મારા ઇમેઇલ એડ્રેસ પર એક મેઈલ મોકલવામાં આવ્યો. જેમાં લગભગ મને અડધૂત કરવા માટેજ લખ્યું હોય તેવું મને લાગી રહ્યું હતું, કદાચ સ્વાભાવિક છે કે એ ગુજરાતી સાહિત્યની વેબસાઈટ પાસે હાલમાં સારામાં સારા ગુજરાતી લેખકો હશે. એટલે એ બધાં લેખકોની સરખામણીમાં મારું કન્ટેન્ટ, મારા લખાણનો પ્લોટ, વ્યાકરણ કદાચ નબળું હોઈ શકે. જે હું નવોદિત લેખક હોવાને નાતે સ્વીકારવા પણ તૈયાર હતો. પણ તે લોકોએ જે ભાષા વાપરેલ હતી. એ ભાષા જોઈને તેની વેબસાઇટને ગુજરાતી સાહિત્યની વેબસાઈટ કહેવી કે કેમ ? એ પ્રશ્ન પણ સતત મારા મગજમાં ઘૂમ્યા કરતો હતો.


ત્યારથી માંડીને આજ સુધી મેં ગુજરાતી સાહિત્યનું ગહન અભ્યાસ કર્યું અને અલગ - અલગ નવલિકાઓ, માઈક્રોફિક્શન, કવિતાઓ, લેખો અને નવલકથાઓ લખી. એમાં પણ મારી પહેલી નવલકથા "ધ ઊટી" જે એક સસ્પેન્સ, થ્રિલર અને હોરર લવ સ્ટોરી હતી, તેને સોસીયલ મીડિયા અને ગુજરાતી સાહિત્યના અલગ - અલગ પ્લેટફોર્મ પર ખુબ જ સારો એવો આવકાર અને પ્રેમ મળ્યો, જે માટે હું મારા વાચકોનો કાયમીક માટે આભારી રહીશ.


જ્યારે મેં આ નવલકથાનો છેલ્લો ભાગ અપલોડ કર્યો ત્યારે મને મારા ઇમેઈલ એડ્રેસ પર એક મેઈલ મળ્યો, જેમાં લખેલ હતું કે તમે ગુજરાતી સાહિત્યની સારી એવી સેવાઓ કરી રહ્યાં છો, જો તમે એવું ઈચ્છતા હોવ કે તમારા દ્વારા લખાયેલ સાહિત્ય વધુને વધુ લોકો સુધી પહોંચે તો તમે તમારું કન્ટેન્ટ કે સાહિત્ય સર્જન અમારી વેબસાઈટ પર અપલોડ કરો. આ મેઈલ મને એજ વેબસાઈટ દ્વારા મળેલ હતો કે જેણે થોડાજ મહિના પહેલા મારા કન્ટેન્ટ કે સાહિત્યની એકદમ નીચલી ગુણવત્તા વાળું ગણીને મને એકદમ અડધૂત કરેલ હતો !


આથી મેં એ લોકોનાં મેઇલનો પ્રત્યુતર આપતાં જણાવ્યું કે તમે થોડા મહિના પહેલા મારી સાથે જે ભાષામાં વાતચીત કરી હતી એ આપશ્રીની કક્ષાએ તદ્દન અયોગ્ય હતી. બીજું કે તમારી પાસે હાલમાં શ્રેષ્ઠ લેખકો હશે. જેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. પરંતુ તમારે એ વાત પણ ન ભૂલવી જોઈએ કે આજે જે લેખકો નામચીન છે એ લેખકો કદાચ આવતાં દસ વર્ષ બાદ ન પણ હોઈ તેવું બની શકે. તો ત્યારે આપણાં ગુજરાતી સાહિત્યની શું હાલત થશે ? માટે તમારે એ સમયે મારા જેવાં નવોદિત લેખકોને એક તક આપવી જોઈતી હતી .અને મને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાની જરૂર હતી. રહી વાત મારૂ કન્ટેન્ટ કે સાહિત્યની રચનાઓ તમારી વેબ સાઇટ પર મુકવાની તો હું એના માટે આપની પાસે માફી માંગુ છું. કારણ કે હું મારું સાહિત્ય સર્જન અન્ય પ્લેટફોર્મ પર મૂકવા માટે બંધાયેલ છું....!


જે પ્લેટફોર્મ કે વેબસાઈટે મને મુશ્કેલીમાં સહારો આપ્યો, ગુજરાતી સાહિત્યની દુનિયામાં પાપા પગલીઓ કરાવી હું એમનો સાથ કયારેય પણ નહીં છોડીશ. ભલે પછી મને કોઈપણ પ્રકારનું મહેનતાણું ચુકવવામાં ન આવે !


મિત્રો ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણે આ બને ઇમેઈલ મારા માટે ખુબજ અગત્યતા ધરાવે છે, પહેલો મેઈલ મને મળ્યો, એ મેઇલને મેં એકદમ ગંભીરતાથી લીધો. અને મારા સાહિત્યને વધુને વધુ તેજ બનાવ્યું, મારા સાહિત્ય સર્જનમાં જે કંઈ ઉણપ કે ક્ષતિઓ હતી તે મેં દૂર કરી. અને દિવસ રાત જોયાં વગર અલગ - અલગ પ્રકારના સાહીત્ય સર્જન કર્યું. અને અંતે એ જ વેબસાઈટ દ્વારા મને બીજો મેઈલ એમની વેબસાઈટમાં લખવા માટેનાં આમંત્રણનો હતો. જે જોઈને મને મનોમન એક અલગ પ્રકારનો અનહદ આનંદ થતો હતો કે અંતે મેં જે ચેલેન્જ મારી જાતને આપી હતી તે પુરી કરવામાં હું સફળ થયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational