Rahul Makwana

Tragedy Crime Fantasy

4  

Rahul Makwana

Tragedy Crime Fantasy

હેવાનિયત

હેવાનિયત

8 mins
431


આપણો ભારત દેશએ એક લોકશાહી દેશ છે. ભારતમાં બંધારણીય દ્રષ્ટિએ દરેક મનુષ્યને વાણી, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના જેવાં અલગ અલગ સ્વતંત્રતાનાં હકો મળેલ છે, આ ઉપરાંત આપણે એ બાબતનો પણ ગર્વ અનુભવવો જોઈએ કે સમગ્ર વિશ્વમાં આપણાં દેશનું એકમાત્ર બંધારણ "વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ" છે. આપણાં બંધારણનું આમુખ પણ આ બધી નાનામાં નાની બાબાતોને ધ્યાનમાં રાખીને બનાવેલ છે. એમાં પણ આપણાં ગુજરાતી સાહિત્યનાં ઉચ્ચકોડીનાં સર્જક એવાં માનનીય શ્રી કનૈયાલાલ મુનશીએ તો એવું કહેલ છે કે, "આમુખ એ બંધારણની રાજકીય કુંડળી છે." 

આપણાં દેશમાં આટલું સરસ બંધારણ કે આમુખ હોવા છતાંય ક્યાંકને ક્યાંક આપણાં મનમાં એ પ્રશ્ન ઉદભવે છે કે, "શું ! ખરેખર આ બંધારણ મુજબ સામાજિક, આર્થિક કે પછી રાજકીય ન્યાય મળે છે ખરો ? શું આજે હકીકતમાં સ્ત્રીઓ પુરુષ સમોવડી બની છે ખરી ? શું સ્ત્રીઓ પોતાની જાતને સલામત અનુભવે છે ? આવા વિવિધ પ્રકારનાં પ્રશ્નો પણ ક્યારેય આપણા મનમાં ઉદભવતા હોય છે. જેનો જવાબ કદાચ આપણી પાસે હોય પણ શકે અને ના પણ હોઈ શકે એવું પણ બનતું હોય છે.

સ્થળ : ડેસ્ટિની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ

સમય : સવારનાં 11 કલાક.

 ડેસ્ટિની હોસ્પિટલની બહાર લોકોની મોટી એવી ભીડ જામેલ હતી, હોસ્પિટલનાં મેઈન ગેટ પર સખત પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવાયેલો હતો. હોસ્પિટલ ફરતે ઘણાબધાં મીડિયા કર્મચારીઓ માઇક અને કેમેરા સાથે જાણે થોડી જ મિનિટોમાં કોઈ મહત્વનાં "બ્રેકીંગ ન્યુઝ" મળવાના હોય તેમ આતુરતાપૂર્વક ડેસ્ટિની હોસ્પિટલનાં મેઈન ગેટ તરફ આતુરતાવશ થઈને કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં. 

 જ્યારે આ બાજુ લોકો "વી વોન્ટ જસ્ટીસ" "સેવ અશ્વિની" "જસ્ટીસ ફોર અશ્વિની" "પુટ ક્રિમિનલ ઓફ અશ્વિની બિહાઇન્ડ ધ બાર ઓફ જેલ" આવા વગેરે હોર્ડિંગ્સ, પાટીયા લઈને અશ્વિની પ્રત્યે પોતાની હમદર્દી કે સહાનુભુતિ જતાવી રહ્યાં હતાં. 

એક વર્ષ પહેલાં.

વી.એસ કોલ સેન્ટર શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલ હતું, આ કોલ સેન્ટરમાં આજુબાજુનાં નાના નાના ગામડાઓની લગભગ 200 જેટલી યુવતીઓ કામ કરી રહી હતી. આમ વી.એસ કોલ સેન્ટર આ તમામ યુવતીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયેલ હતી. જેનાં લીધે આ તમામ યુવતીઓને જાણે પોતાનાં સપનાઓ પુરી કરવાં માટે પાંખો મળી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. આમ આ કોલ સેન્ટરને કારણે આજુબાજૂના ગામની બસો જેટલી યુવતીઓને રોજગાર મેળવીને પગભર થયેલ હતી.

આ બસો યુવતીમાંથી એક યુવતી હતી અશ્વિની કે જેણે પણ અન્ય યુવતીઓની માફક હજારો સપનાઓ જોયેલાં હતાં, અશ્વિની એક ગરીબ પરિવારમાંથી આવતી હોવાને લીધે તે રૂપિયાનું મહત્વ ખૂબ જ સારી રીતે જાણતી હતી. અશ્વિનીએ નાનપણથી જ પોતાનાં મમ્મીને ઘરકામ અને પોતાનાં પપ્પાને મજૂરી કામ કરતાં જોતી આવતી હતી. આમ પોતાનાં માતા પિતાને આરામ કરાવવાનાં એકમાત્ર સપનાને લીધે અશ્વિનીએ આ કોલ સેન્ટરની જોબ સહર્ષ સ્વીકારી હતી. સીટી બસસ્ટેશનથી અશ્વિનીનું ઘર બે કિલોમીટર દૂર હોવા છતાંય અશ્વિની આ જોબ માટે રાજી થઈ જાય છે, તે બસ પોતાનાં માતાપિતાને આરામ કરાવવા માંગતી હતી.

અશ્વિનીએ આ જોબ સ્વીકારી તેનું લગભગ એકાદ વર્ષ પપૂર્ણ થવાં આવ્યું હતું. અશ્વિનીનાં સારા કામની નોંધ વી.એસ. કોલ સેન્ટરનાં માલિક સુભાષ શાહે પણ લીધેલ હોવાથી, તેઓએ અશ્વિનીનો પગાર પણ વધારી દીધેલ હતો. આથી અશ્વિની ખૂબ જ ખુશખુશાલ હતી. હાલ અશ્વિની ભલે ખૂબ જ ખુશખુશાલ હોય પરંતુ તેનાં આ ખુશખુશાલ જીવનમાં એક મોટી દુઃખદ ઘટના કે આફત તેનાં જીવનમાં આવવા માટે દસ્તક દઈ રહી હતી, જે અશ્વિનીનાં જીવનને કે પછી તેણે જોયેલાં હજારો સપનાઓને વેર વિખરે કરી શકે એટલી વિનાશક હશે....જેનો અશ્વિનીને હાલ જરાપણ અંદાજો હતો જ નહીં.

એક અઠવાડિયા પહેલાં.

સ્થળ : વી.એસ. કોલ સેન્ટર.

સમય : સાંજનાં 6 કલાક.

વી.એસ કોલ સેન્ટરમાં અશ્વિની ફોન પર કોઈ ગ્રાહકને સમજાવી રહી હતી, બરાબર એ જ સમયે પ્યુન જીતેશભાઈ અશ્વિની પાસે આવી પહોંચે છે, અને અશ્વિનીની સામે જોઇને જણાવે છે કે…

"અશ્વિની મેમ ! સુભાષસર તમને એમની ચેમ્બરમાં બોલાવે છે."

જીતેશની આ વાત સાંભળીને અશ્વિનીનાં મનમાં અવનવા પ્રશ્નો જેવાં કે, "મને સુભાષ સરે શાં માટે બોલાવી હશે ? શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે ? શું કોઈ ગ્રાહકે મારા વિશે સુભાષસરને ફરીયાદ કરેલ હશે ? ઉદભવે છે. આવું વિચારતા વિચારતા જ અશ્વિની સુભાષસરની ચેમ્બર પાસે આવી પહોંચે છે.

"મે આઈ કમ ઈન સર…!" અશ્વિની સુભાષની ચેમ્બરનો દરવાજો ખોલતાં પોતાનાં હળવા અવાજે પૂછે છે.

"યસ...પ્લીઝ...કમ ઈન !" સુભાષ અશ્વિનીને અંદર આવવા માટે ઈશારો કરતાં બોલે છે.

"સર...તમે મને બોલાવી..?" અશ્વિની ગભરાયેલા અવાજે સુભાષને પૂછે છે.

"હા...બેસ !" પોતાની સામે રહેલ ચેર પર બેસવા માટેનો ઈશારો કરતાં કરતાં સુભાષ અશ્વિની સામે જોઇને બોલે છે.

"હા ! સર..?" અશ્વિની ગભરાયેલા અવાજે સુભાષની સામે જોઇને પૂછે છે.

"અશ્વિની હું તારા કામથી ખૂબ જ ખુશ છું, તારા લીધે આપણી કંપનીને સારો એવો પ્રોફિટ પણ થઈ રહ્યો છે, માટે હું તને પણ પ્રોફિટ આપવાની ઈચ્છા ધરાવું છું." પોતાની મૂળ વાત પર આવતાં આવતાં સુભાષ બોલે છે.

"જી...હું કંઈ સમજી નહીં ?" અશ્વિની મૂંઝાયેલાં અવાજે બોલે છે.

"આ લે તારો પ્રોફિટ શેર… આ 10000 રૂપિયા તારું બોનસ કે ઇનસેન્ટિવ જે સમજ એ...બસ આવું ને આવું પરફોર્મન્સ જાળવી રાખજે...બેસ્ટ ઓફ લક." અશ્વિની સામે રૂપિયા મુકતાં બોલતાં બોલે છે.

"થેન્ક યુ વેરી મચ સર..ફોર યોર એપ્રિસીએશન ટુ મી...આઈ વીલ ઓલવેઝ ટ્રાય માય લેવલ બેસ્ટ." અશ્વિની ખુશ થતાં થતાં અને સુભાષનો આભાર માનતા બોલે છે.

ત્યારબાદ અશ્વિની એ રૂપિયા લઈને પોતાનાં ટેબલ પાસે આવે છે, અને પોતાનાં પર્સમાં સાચવીને મૂકી દે છે, અને મનોમન આ રૂપિયા તેનાં માતાપિતાને આપીને તેઓનાં ચહેરા પર ખુશી કે આનંદને લીધે આવેલ રોનક કે ચમક જોવાં માંગતી હતી...પરંતુ હાલ અશ્વિની એ બાબતથી તદ્દન જ અજાણ જ હતી કે આ રૂપિયા જ આવનાર સમયમાં તેનાં માટે મોટી આફત કે મુસીબત રૂપ સાબિત થશે. 

એ જ દિવસે 

સ્થળ : સીટી બસ સ્ટેશન.

સમય : સાંજનાં 8 કલાક.

અશ્વિની પોતાની શિફ્ટ પુરી કરીને કંપનીની બસ દ્વારા જ તેનાં ઘરથી બે કિલોમીટર દૂર આવેલાં સીટી બસ સ્ટેશન પાસે ઉતરે છે, એ બસનાં ડ્રાઇવર અશ્વિનીને સીટી બસ સ્ટેશન પાસે ઉતારી બીજા મહિલા કર્મચારીઓને તેનાં ઘરે ઉતારવા માટે આગળ જતાં રસ્તે ભગાવે છે.

આમ તો આ અશ્વિનીનો દરરોજનો નિત્યક્રમ હતો, તે દરરોજ અહીં સીટી બસ સ્ટેશન સુધી કંપનીની બસ દ્વારા આવતી હતી અને તે પોતાનાં ઘર સુધી ચાલીને જતી હતી. પરંતુ આજે અશ્વિનીને દરરોજ કરતાં થોડો વધારે ડર લાગી રહ્યો હતો, જેનું કારણ તેનાં પર્સમાં રહેલાં 10000 રૂપિયા હતાં. આથી અશ્વિની ધીમે ધીમે એ સુમસામ અને ધૂળિયા રસ્તે ચાલવાનું શરૂ કરે છે. આજે અશ્વિનીનાં મનમાં કોઈ અજાણ્યાં કારણોસર ડર લાગી રહ્યો હતો, તેનું મન આજે કોઈપણ દેખીતા કારણો વગર એક અલગ જ પ્રકારની બેચેની અનુભવી રહ્યું હતું.

 આથી અશ્વિની ખૂબ જ ઝડપથી પોતાનાં ઘર તરફ ચાલવા લાગે છે, લગભગ અડધા કિલોમીટર ચાલ્યાં બાદ એકાએક કોઈ બે વ્યક્તિ પોતાનાં ચહેરાને કવર કરીને આવી પહોંચે છે. જેમાંથી એક વ્યક્તિ અશ્વિનીનાં હાથ પકડી લે છે, જ્યારે બીજો વ્યક્તિ અશ્વિની તરફ ચપ્પુ કરીને બોલે છે કે….

"જો તને તારો જીવ વ્હાલો હોય તો, તારી પાસે જે કાંઈ હોય તે તું મને સોંપી દે…!" પેલો વ્યક્તિ પોતાનાં ગંભીર અવાજે બોલે છે.

આથી હાલ અશ્વિની સમયસૂચકતા વાપરીને "જીવતી હોઈશ તો હું પછી પણ રૂપિયા કમાઈ લઈશ..!" આવા વિચાર આવતાની સાથે જ પોતાની પાસે જે કાંઈ હતું તે અને પર્સમાં રહેલાં દસ હજાર રૂપિયા પેલાં લૂંટારાઓને આપી દે છે.

આથી તે બંને લૂંટારાઓ અશ્વિનીની બધી જ વસ્તુઓ પોતાનાં હાથમાં લઈ લે છે...અને ભાગવા માટે આગળ વધે છે...બરાબર એ જ સમયે એક લૂંટારો બીજા લૂંટારાની સામે જોઇને બોલે છે કે….

"આપણે રૂપિયા કે સોનાં ઝવેરાત તો બીજા કોઈપણ વ્યક્તિને લૂંટીને મલેવી લેશું….પણ આવું યુવાનીનાં રસથી તરબતોળ, મોહક અને આકર્ષક જોબન પછી ક્યારેય નહીં મળે...આપણાં હાથમાં આવેલ શિકાર સાથે શરીર સુખ માણવાનો આવો બીજો મોકો ફરી ક્યારેય નહીં મળે…!" એક લૂંટારો અશ્વિનીની કમર પર હાથ ફેરવતાં બોલે છે. આ જોઈ અશ્વિની હેબતાઈ જાય છે.

 હાલ અશ્વિનીને પેલાં બંને લૂંટારાઓની નિયતનો ખ્યાલ આવી ગયેલો હતો, આથી અશ્વિનીએ ત્યાંથી ભાગવા માટે ઘણાં જ પ્રયત્નો કર્યા પરંતુ તેનાં બધાં જ પ્રયત્નો વ્યર્થ ગયાં. આમ ઘણાં બધાં પ્રયત્નો કરવા છતાંય અશ્વિની કાંઈ કરી શકતી ના હોવાથી એકદમ લાચાર અને બેબશ બની ગયેલ હતી, આથી પેલાં બંને હેવાનો અશ્વિનીને નજીકની ઝાડીઓમાં ઢસડી જાય છે, આથી અશ્વિની મદદ માટે ઘણી બધી બુમો પાડે છે, પરંતુ તેની એ દર્દભરેલ બુમો કે ચીસો માત્રને માત્ર એ ઝાડીઓમાં જ કેદ થઈને રહી ગઈ...ત્યારબાદ તે બંને હેવાનો પોતાની બધી હવસ અશ્વિની પર ઠાલવે છે, અને અશ્વિનીને પોતાની હવસના આગોપાશમાં લઈને કબૂતરની માફક પિંખી નાખે છે. 

હજુ પણ તેઓની હેવાનીયત આટલાથી અટકી ના હોવાથી પોતાની હવસનો ભોગ બનનાર અશ્વિની કોઈને આ બાબત જણાવે નહિ એ માટે તેનાં ગળા પર ચાકુનો પ્રહાર કરીને ત્યાંથી પલાયન થઈ જાય છે, જ્યારે આ બાજુ અશ્વિની દર્દ અને પીડાને લીધે તરફડીયા મારી રહી હતી.

હાલનાં સમયે..

 ડેસ્ટિની હોસ્પિટલનાં સી.ઈ.ઓ કુમાર શર્મા ચહેરા પર ઉદાસી અને લાચારી સાથે હોસ્પિટલનાં મેઈન ગેટ તરફ આવે છે, અને પોતાનાં ચશ્માં ઉતારતાં ઉતારતાં મીડિયા કર્મચારીઓ સમક્ષ ભારે આવજે બોલે છે કે…

"આઈ મેં સોરી ટુ સે….અશ્વિની ઇસ નો મોર..!" લાચારીભર્યા અવાજે કુમાર શર્મા મીડિયા કર્મચારીઓને જણાવે છે. 

આ સમાચાર સાંભળતા સાથે જ હોસ્પિટલની બહાર ઉભેલાં લોકોમાં જાણે દુઃખનું વાતાવરણ છવાય ગયું હોય એવું લાગી રહ્યું હતું. અને સમગ્ર મીડિયા પોતાની "ટીઆરપી" વધારવાની જાણે તક મળી ગઈ હોય તેમ "બ્રેકીંગ ન્યૂઝમાં" "અશ્વિની ઇસ નો મોર." "શું અશ્વિની દેશની બીજી "નિર્ભયા" બનીને રહી જશે કે પછી તેને કે તેનાં પરિવારને ન્યાય મળશે ?" વારંવાર બતાવી રહ્યાં હતાં.

જોત જોતામાં આ સમાચાર વાયુવેગે આખા દેશમાં ફેલાય જાય છે, અને આજનાં સમાજનો શિક્ષિત વર્ગ સોશિયલ મીડિયામાં "RIP Ashvini" એવું લખીને જાણે તેઓ અશ્વિની કે અશ્વિનીનાં માતાપિતા પર આવી પડેલ આવી અણધારી આફતમાં જાણે ખૂબ જ મોટા ભાગીદાર કે સહભાગી બન્યાં હોવાનું ખોખલું ગર્વ અનુભવી રહ્યાં હતાં…

અશ્વિનીના પરિવારને મદદ માટે વી.એસ કંપનીના માલિક સુભાષ જ આગળ આવ્યા, તેણે અશ્વિનીનાં પિતાને 25 લાખ રૂપિયા આપતાં કહ્યું હતું કે, "આ રૂપિયા લો...તમારા દિકરા સમાન અશ્વિનીની ઈચ્છા હતી કે તમે મજૂરી કર્યા વગર શાંતિથી રહો અને હાલ આપણે અશ્વિનીની ખોટ તો સો ટકા અનુભવીશું પણ આ રૂપિયા તમને જીવન જીવવામાં થોડા મદદરૂપ થશે."

પણ અહીં વાસ્તવિકતા એ હતી કે એક માતા પિતાએ "અશ્વિની" ના રૂપમાં એક કમાઉ દિકરો ગુમાવ્યો હતો, અશ્વિનીએ કોઈની હવસ ખાતર પોતાનો જીવ ગુમાવ્યો હતો ? જ્યારે વી.એસ કંપનીએ એક સારો કર્મચારી ગુમાવ્યો હતો...શું "રાફેલ " કે "બુલેટપ્રુફ" ટ્રેન લાવવાની ઘેલછામાં આપણે આવી અનેક અશ્વિની કે નિર્ભયાની સ્વતંત્રતા તો ક્યાંક નથી ગુમાવી રહ્યાં ને ? શું એક મહિલા રાતે 8 કે 9 વાગે પણ એકદમ નીડર બનીને ઘરે ના જઈ શક્તી હોય તો શું એ દેશને ખરેખર આઝાદ દેશ ગણી શકાય…? આ પ્રશ્નોનાં આપણે એકવાર આપણી જાતને પૂછવા જોઈએ. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy