shital Pachchigar

Horror Thriller

2.5  

shital Pachchigar

Horror Thriller

છેલ્લા શ્વાસે પડછાયો કયાં

છેલ્લા શ્વાસે પડછાયો કયાં

1 min
54


ટેક્સી ડ્રાઈવરે કાર સ્મશાન નજીક આવેલા "મીના નિવાસ" પાસે આવીને ઊભી રાખી. અંધારિયા એ મકાનમાંથી ૮૨ વર્ષની કેન્સર પેશન્ટ મીના, બહાર આવી અને કહ્યું:"ત્યાં મારી બેગ છે, તે કારમાં મૂકી દેશો. અને આપને કાર શહેરના મુખ્ય બજારમાંથી લેવા વિનંતી છે. મારે ત્યાં મારા નાનપણનાં સ્મરણોનું વલોણું લઈ મનોમંથન કરી બે પળોને ફરીથી જીવી લેવી છે. અત્યાર સુધીનાં ખોવાયેલા પડછાયાઓ શોધવા છે, ખબર નહી ક્યારે કશેક દેખાય મને...એ..!"

રાજેશે કાર બજારવાળા રસ્તેથી મુખ્ય શહેરમાંથી લઈ, રીહેબસેન્ટર પાસે ઊભી રાખી.

 રાજેશે મીનાને કહ્યું "આવી ગયું મેડમ "અને મીના તેનો પડછાયો શોધતી ખોવાય ગઈ....! ખબર જ નૈ ક્યાં....? તે પછી કારમાંથી નીચે ઉતરી જ નૈ...!


Rate this content
Log in

Similar gujarati story from Horror