Vijay Gohel

Tragedy Others

3  

Vijay Gohel

Tragedy Others

છેલ્લો શબ્દ

છેલ્લો શબ્દ

2 mins
222


ઘણી ઘટના લખાય છે,વંચાય છે અને સમય વીતે એમ ભૂલાય જાય છે, તેમ છતાં કેટલીક વાતો આપણે નથી ભૂલી શકતા અને એ આપણા મનના એક ખૂણામાં સચવાયેલી રહે છે,

અને જ્યારે એ યાદ આવે છે ત્યારે ફક્ત આંસુ આવે છે, આજે પણ આંસુ ભરી આંખોથી યાદ કરું છું એ સમય 25.05.1995.

જ્યારે હું,મારો નાનો ભાઈ અને મોટા બહેન જમવા બેઠા હતા, એ સમયે અમે ખુબ ખુશ હતા કારણ કે રાકેશ સુરતથી આજે આવવાનો હતો.

એ સમયે અમારા વિસ્તારમાંથી બધા છોકરા કેટરિંગના કામ માટે બહારગામ જતા હતા કેમકે થોડી આર્થિક મદદ થાય પરિવારમાં, રાકેશ પણ એમાં એક હતો.

એ સમયે મમ્મી પપ્પા ઘરે ન હતાં અને લગભગ બપોર ના સમયે એ સુરત જવા નીકળ્યો, અમે એને હાથ પકડીને રોક્યો હતો કે ભાઈ અત્યારે મમ્મી પપ્પા ઘરે નથી તું ના જઈશ, એ આવે એટલે જજે,

એણે કહ્યું, " અરે ચિંતા ના કરો કાલે તો હું પાછો આવી જઈશ. " અને આવજો કહીને નીકળ્યો.

સાંજે મમ્મી પપ્પા આવ્યા તો રાકેશ વિશે પૂછ્યું, અમે કહ્યું એ સુરત ગયો છે અને આવતીકાલે આવશે, તો એ થોડા ફ્રૂટ લાવ્યાં હતાં એ અમને આપ્યાં અને કહ્યું થોડા ખાજો અને બીજા રાકેશ માટે મૂકી દેજો.

અમારા વિસ્તારના મિત્રો અમને અમર, અકબર, એન્થોની કહેતા હતા.

રાત્રે લગભગ ચોક્કસ યાદ નથી પણ 2 વાગ્યાની આસપાસ દરવાજે દસ્તક થઈ. સૌ જાગી ગયા અને આવનારનો અવાજ મારા કાને અથડાયો કે....

માફ કરશો હવે આગળ હું વધુ લખી શકું એમ નથી, કેમકે અમે અહીં

એક દુનિયા ખોઈ દીધી હતી

ઘણી યાદો ખોઈ દીધી હતી

ઘણા સપના ખોઈ દીધા હતા..

છેલ્લે મને કાને એક જ અવાજ સંભળાતો હતો અને એ છેલ્લો શબ્દ હતો "આવજો".......

જો હું ભૂતકાળને બદલી શકતો હોત ને તો આવી ઘટના લખાય જ નહી.


Rate this content
Log in

More gujarati story from Vijay Gohel

Similar gujarati story from Tragedy