Kaushik Joshi

Drama

3  

Kaushik Joshi

Drama

દિલની કિંમત

દિલની કિંમત

2 mins
143


ફક્ત આકર્ષણથી થતા પ્રેમનું શું પરિણામ આવે છે ? તે આજકાલના યુવાનો અને યુવતીઓ જાણતાં નથી, અને ઊંઘમુંધ પ્રેમમાં પડે છે. અને એક બીજાને દિલ આપી દે છે.

પાછા વળી કહેછે કે, " દિલ ખોવાઈ ગયું ".

અરે ખોવાણું નથી ? સલવાણું છે.

નાગલપુરના નાગેશને તેના જ ગામની નયના નામની છોકરી સાથે દિલ લાગી ગયું. નાગેશ દેખાવડો અને પૈસા વાળો હતો. નયનાને નાગેશના રૂપ પર મોહ થયો અને એકબીજાને દિલ આપી બેઠાં. નયના તેના રૂપથી આકર્ષાઈ ગઈ.

અવારનવાર નાગેશ નયનાને ફરવા લઈ જતો, શોપીંગ અને પિક્ચર જોવા લઈ જતો, તો વળી હોટલમાં પણ જમવાનું ગોઠવતો.

નયના આ પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. જલસા પણ કરતી હતી. નયનાએ નાગેશ વિષે તેના પપ્પાને વાત કરી, તો પપ્પાએ ઈન્કાર કરતાં કહ્યું," બેટા આવા પૈસા વાળાના નબીરા ના દિલ પથ્થરના હોય છે. તારા આ નાજૂક દિલના ટૂકડેટૂકડા કરતાં તેને વાર નહીં લાગે માટે માંડી વાળ. "

નયના તેના નિર્ણય પર અડગ રહી.

એક દિવસ નયના શહેર ગઈ હતી, તે રસ્તામાંથી પસાર થઈ રહી હતી , તેની બાજુમાંથી બાઈક પસાર થયું, નયના નાગેશની બાઈકને ઓળખી ગઈ. મનમાં વિચાર આવ્યો કે," નાગેશ શહેર જવાનો હતો તો મને વાત કેમ ન કરી ? "

તેણે નાગેશની પાછળ એક "ફટાકડી" બેઠેલી જોઈ અને તરતજ નયનાના મનમાં શંકાના વાદળ ઘેરાવા લાગ્યાં. મનમાં એવું પણ વિચાર્યું કે ગમે તે હોય, મારે શું ?"

તે રાત્રે ઘેર આવી, રાત આખી વહેમના વંટોળ સાથે ઝઝૂમતી રહી.

સવારે તે ખાસ નાગેશને મળવા ગઈ. તેનાથી ન રહેવાયું અને વાત કરી.

નાગેશે ચોખ્ખુ સંભળાવી દીધું કે, "હું ગમે ત્યારે ગમે તેની સાથે હરી ફરી શકું છું ?તું શું કામ બળે છે ? તને હું દુખી કરું છું ? તારી બધીજ જરુરીયાત હું પુરી કરું છું પછી તને શું જોઈએ ?

તું ઈર્ષા કરવાનું બંધ કર. "

નયનાથી ન રહેવાયું અને બોલી, " નાગેશ તું આ શું બોલે છે ? તને ભાન છે ? મને ઈર્ષા આવેછે ? અરે મેં તને પ્રેમ કર્યો છે, તને દિલ દીધું છે, તું આમ બીજી કોઈ છોકરીઓને લઈને ફરતો હોય તો મને ખોટું ન લાગે ?"

નાગેશે ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું, " જો તને મારી સાથે પ્રેમ રાખવો હોય તો રાખ, તારી મરજી, બાકી મારી તપાસ કે પૂંઠ જોવાની કોશિશ ન કરતી. હું પૈસાના જોરે ગમે તે કરી શકું છું સમજી ? "

 નયના ભાંગી પડી, આજ પપ્પાની વાત યાદ આવી, પોતાની ભૂલની ખબર પડી, પણ શું કરે ? કોઈ રસ્તો ન હતો. આખરે હિંમત રાખીને નયનાએ નાગેશને કહ્યું," નાગેશ, તારી ખુશી માટે હું તારા રસ્તામાંથી હટી જાઉ છું, તેં મારું દિલ તોડીને ટૂકડેટૂકડા કરી દીધા છે, મારાથી તેં દગો કર્યો છે. હું તો મારી ભૂલને માફ નહીં કરું પણ તું હવે બીજી કોઈને દગો ન કરતો, તું પથ્થર દિલનો છે, તું 'દિલની કિંમત' શું જાણે ? "


Rate this content
Log in

Similar gujarati story from Drama