Kaushik Joshi

Drama Children

4  

Kaushik Joshi

Drama Children

જાદુઈ ઘંટી

જાદુઈ ઘંટી

3 mins
264


રધો અને મગો બે ભાઈ ધૂળિયા માર્ગે પગપાળા કનાળા ગામે જઈ રહ્યા હતા. ગરમી હતી અને બપોરના બાર વાગ્યાનો સમય થયો હશે, એટલે મગાએ કહ્યું," રઘા, મને ભૂખ લાગી છે, ચાલ હવે જમી લઈએ, જો સામે વરખડાનું ઝાડ છે, તેના છાંયડે બેસીને ખાઈ લઈએ."

રઘાએ સંમતિ દર્શાવી અને બે ભાઈ છાંયડે આવીને બેઠા. થોડી વાર પછી ભાતુ ખોલ્યું અને બે ભાઈએ જમવાનું ચાલું કર્યું. જમી લીધા પછી થોડી વારમાં બે ભાઈ ઘસઘસાટ સૂવા લાગ્યા. 

રઘો તેનો ડાબો હાથ છાતી પર રાખીને સુતો હતો. થોડીવારમાં તેને સપનું આવ્યુ.....જાણે તેના કાને ગેબી અવાજ આવ્યો, રઘો ગભરાઈ ગયો.

રઘાને વધું ડર લાગ્યો અને અવાજ તરફ નજર નાંખી તો એક ખુણામાં નાનકડી ઘંટી જોઈ, રઘાનો વહેમ સાચો પડ્યો, રઘાએ મગાને કહ્યું' " મગા જો, સામે ઘંટી દેખાય છે તેમાંથી અવાજ આવે છે."

મગાએ ઘંટી જોઈ પણ અવાજ સાથે તેનો શું સબંધ છે ? તે ન સમજાયું. 

 બંને ભાઈ ઘંટી પાસે આવ્યા તો ઘંટીમાંથી એક ચમત્કારી પુરુષ નીકળ્યો, 

આ જોઈ બંને ભાઈ ગભરાઈ ગયા.પછી હિંમત એકઠી કરીને બોલ્યા, " કોણ છો ? અને આમ ખરા બપોરે અમને શું કામ ડરાવો છો ?"

ઘંટીની બાજુમાં ઉભેલ ચમત્કારી પુરુષે કહ્યું, " હું એક જાદુગર દ્વારા કાળાજાદુથી સિધ્ધ થયેલ જિન છું, તેણે મને આ ઘંટીમાં પુરી રાખ્યો છે, તે તેના છેલ્લા શ્વાસ હતા ત્યારે તેણે આ ઘંટી આ અવાવરૂ જગ્યામાં મુકીને ચાલી નીકળ્યો હતો.થોડા દિવસોમાં તેનું મૃત્યુ થયું એટલે હવે હું મુંઝાઈ ગયો છું. મારે અહીંથી મુક્ત થવું છે, પણ તેની વિધિ કોઈ કરતું નથી, આ વિધિ તે જાદુગર તેની છડી ફેરવીને કરતો હતો અને મારા પાસે કામ કરાવતો હતો.હવે તે ગુજરી ગયો છે એટલે હું મુંઝાઈને આ ઘંટીમા પુરાઈ ગયો છું, હું ઘંટીમાંથી તો બહાર નીકળી શકું છું પણ આ ઘંટી છોડીને જઈ શકતો નથી તેણે મને ઘંટીમાં સિધ્ધ કરી ને પુરી રાખ્યો છે.."

મગાએ કહ્યું," પણ અમે તને કેમ કરીને છોડાવીએ ? અમને તો કંઈ ખબર જ નથી પડતી, તું રસ્તો બતાવ તો અમે કંઈ કરીએ."

 રઘાએ કહ્યું' " હા, પણ અમે તને છોડાવીએ તો તેના બદલામાં તું અમને શું આપે ?"

 જિન બોલ્યો, " તમે આ ઘંટીને ફરતી ગોળ લીટી દોરો, તે ગોળમાંથી ચપટી ધૂળ લઈને આ ઘંટી પર મુકી ને લાકડાની છડીથી ઘંટીને ત્રણ વખત ટક ટક કરજો પછી લાકડીની છડીના બે ટુકડા કરીને દક્ષિણ દિશામાં ફેંકજો તે જ સમયે હું ઘંટીમાંથી મુક્ત થઈને મારી મુળ જગ્યાએ ચાલ્યો જઈશ, અને બદલામાં આ ઘંટી તમને આપતો જઈશ."

 રઘાએ ના પાડતાં કહ્યું, " આ વિધિ અમે ન કરીએ, તું ઊડી જાય પછી અમારું શું ? અમને શું મળે ?

જીન બોલ્યો, " આ ઘંટી તમારી થશે, ઘેર લઈ જજો અને આ ચમત્કારી ઘંટી પાસે તમે જે ચીજ માગશો તે તરતજ મળી જશે."

રઘાનું મન લલચાણું અને જીને કહ્યું તેમ કર્યું, જીન આકાશ તરફ ઊડી ગયો, મુક્ત થઈ ગયો.અહીં ઘંટી પડી રહી. 

રઘાએ અખતરો કર્યો અને ઘંટીને આદેશ કર્યો," જમવાનું આપો".

તરત જ મનભાવતુ ભોજન આવી ગયું. રાજી રાજી થઈ ગયા.

 " બસ...બસ...બસ...હવે નહીં, હવે નહીં....બસ..." બકવાટ કરતા રઘાને જોઈને મગો જાગી ગયો અને રઘાની છાતી પરનો હાથ ઉપાડીને રઘાને ઢંઢોળવા લાગ્યો અને કહેવા લાગ્યો કે , " એ રઘા ! ઊઠ.. ઊઠ.. તું શું બકે છે ? આમ બસ...બસ... કેમ કરે છે ? "

 ત્યાં તો રઘો સફાળો ઊભો થઈ ગયો, આખું શરીર પરસેવાથી પલળી ગયું હતું, અને કોણ છે ?....કોણ છે ? કહેવા લાગ્યો ત્યારે મગાએ રઘાને કહ્યું કે તને સપનું આવ્યું હતું , " ત્યારે રઘો સપનામાંથી વાસ્તવિક દુનિયામાં આવી ગયો. અને આ જગ્યા છોડવામાં જ મજા છે તેમ સમજીને ત્યાંથી બે ભાઈ નીકળી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Drama