Nirali Shah

Others

4.0  

Nirali Shah

Others

દિપાલી

દિપાલી

1 min
140


"અરે ! દીપ, તું આ શું બોલી રહ્યો છે ? તને કંઈ ભાન - બાન છે કે નહિ ? દક્ષાબહેને થોડા ઊંચા સ્વરે પોતાના એકમાત્ર દીકરા દીપને ઉદ્દેશીને કહ્યું. આથી, દીપ વધુ અકળાયો અને તેણે પણ સામે વધુ ઊંચા સ્વરે પોતાની મમ્મીને સંભળાવ્યું,"જો મમ્મી ! આ મારી જિંદગી છે, અને તેને મને યોગ્ય લાગે તે રીતે જીવવાનો મને પૂરો અધિકાર છે. હું હવે ૧૮ વર્ષનો થઈ ગયો છું."

દક્ષાબહેન અને નરેશભાઈનું એકમાત્ર સંતાન દીપ, નાનપણથી જ ખૂબ દેખાવડો. નાનપણમાં વેકેશનમાં ઘરે આવતી પિતરાઈ બહેન શ્રુતિનાં ફ્રોક તે માંગીને પહેરતો ને આખા ઘરમાં ફરતો ત્યારે દક્ષાબહેન અને નરેશભાઈ ખૂબ હસતાં.

પણ ધીરે ધીરે દીપ જેમ મોટો થતો ગયો તેમ તેની સ્ત્રૈણ પહેરવેશની માંગણીઓ વધવા માંડી અને દક્ષાબહેનને સમજ પડી ગઈ કે તેમનું એકમાત્ર સંતાન દીપ હવે "દિપાલી" બનવાને રસ્તે છે. તેમણે તેને ખૂબ સમજાવ્યો, નરેશભાઈએ તો તેને માર્યો પણ ખરો અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી.

પરંતુ, દીપ પર તેની કોઈ અસર થઈ નહિ. અને હવે દીપને "લિંગ પરિવર્તન"નું ઓપરેશન કરાવીને કાયમ માટે "દીપ"માંથી "દિપાલી" બનવું હતું જે દક્ષાબહેન અને નરેશભાઈને મંજૂર નહોતું.

રોજ - બરોજનાં ઝઘડાં, સમજાવટો, કાઉન્સિલિંગ...બધાથી થાકીને દક્ષાબહેને આખરે આજે એક નિર્ણય લીધો. અને બીજા દિવસે સવારે જ્યારે દીપને એ જણાવવા તેમણે દીપના રૂમનું બારણું ખોલ્યું તો તેમની આંખો ફાટી ને ફાટી જ રહી ગઈ.


Rate this content
Log in