Mahendra R. Amin

Others

4  

Mahendra R. Amin

Others

દોસ્તીનો દોર

દોસ્તીનો દોર

3 mins
246


દોસ્તીની મહેફિલમાં આજે મને સાવ એકલું લાગે છે,

ખુદના જ દોસ્તો ક્યાંક પારકા પરાયા થતા ભાસે છે.

દોસ્તી એ માનવજીવનનો એક ઘણો જ અનેરો સ્નેહ સંબંધ છે. માનવીનો જન્મ થતાં જ તેની સાથે અનેક સંબંધો આપોઆપ જોડાય છે. પરંતુ દોસ્તી એક એવો સંબંધ છે જે માનવીએ જાતે જ બનાવવો પડે છે, ના, એવું નહીં, દોસ્તી સાચી હોય તો જ દિલથી દિલ મળે અને દોસ્તીની ગાંઠ બંધાય.

સુરત શહેરમાં કિશન નામનો એક યુવાન રહેતો હતો, તેની પાસે ધનની કોઈ કમી નહોતી. તે પોતાના આ ધનનો ઉપયોગ હંમેશાં પોતાના મિત્રોની પાછળ ખર્ચ કરવામાં માનતો હતો. કિશન પાસે આ પૈસા તેના પરિવાર થકી આવતા હતા. તેના પોતાના પરસેવાની તો હતી નહીં, આથી તે પોતાના દોસ્તીની પાછળ પૈસા ખર્ચ કરવાની કોઈ જ સીમા રાખતો નહોતો.

શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક,

જેમાં સુખદુઃખ પામીએ, તે લાખોમાં એક.

કિશનના આ બધા જ દોસ્તો લુચ્ચા આને સ્વાર્થી હતા. તેઓ કિશનના પૈસે જ એશોઆરામ કરવા જ દોસ્તી રાખતા હતા. પરંતુ લાખોમાં એકાદ તો સારો હોય જ એ રીતે કિશનના બધા દોસ્તોમાં એક દોસ્ત એવો હતો જેને તેના પૈસા સાથે કોઈ જ મતલબ નહોતો. તેને તો વહાલી હતી કિશન સાથેની દોસ્તી. તેના આ દોસ્તીનું નામ હતું સત્યમ.

કિશનના બીજા દોસ્તોને સત્યમ ઝાઝો પસંદ નહોતા. તેનું કારણ એ હતું કે તે ઘણો ઈમાનદાર હતો. તે ક્યારેય કિશનના પૈસા આ રીતે ખોટા વેડફાય તેમ ઈચ્છતો નહોતો અને તેમાં સાથ આપતો નહોતો. જો કે આ બાબતે તે કિશનને અવારનવાર પણ ટકોર કરતો રહેતો હતો.

પરંતુ કિશન ક્યાં કોઈનું સાંભળે તેવો હતો. કિશનના મિત્રોએ કિશનની કાન ભંભેરણી કરી કરીને બંનેની મિત્રતામાં એવી તિરાડ પાડી દીધી કે સત્યમ તેના દોસ્ત કિશનની દૂર ચાલ્યો ગયો.

સમય સમયનું કામ કરે માનવનાં તે શું મૂલ,

અહમની ઘોડી પર બેસી સ્વયંને કરી દે ડૂલ.

ધીરે ધીરે સમય વીતતો ગયો. સમયે પોતાની કરવટ બદલી. કિશનનો બધો જ કારોબાર ખતમ થતો ગયો, દેવામાં ડૂબતાં ઘર, જમીન સાથે બધું જ ચાલ્યું ગયું અને તે રસ્તા પર આવી ગયો. કિશને પોતાના મિત્રો સામે મદદ માટે હાથ ફેલાવ્યા, પણ બધા જ તેનાથી મોઢું ફેરવી ગયા. કેટલાક તો કિશનને મદદ કરવાને બદલે ગાળો આપતા હતા તો કેટલાકે તો તેની ઓળખ જ નકારી કાઢી.

આ સમયે કિશનને પોતાના હિતેચ્છુ એવા સત્યમના કહેલા શબ્દો તેમજ તેની વાતો યાદ આવવા લાગી.

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,

સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય.

પરંતુ કિશન પોતે નિઃસહાય હતો. સત્યમ તો પોતાના આયાત-નિર્યાતના ધંધામાં ગળાબૂડ હતો. સત્યમની મમ્મીએ સત્યમને કિશનની બાબતે બધી જ વાત ફોન પર કરી. આ જાણ થતાં જ સત્યમ કિશનને મળવા વિહવળ થયો. તેણે તેની માને જણાવ્યું કે તેને આપણે ઘેર બોલાવી લો. હું રાત સુધીમાં સુરત પહોંચું છું.

 ના આવે કદી તને દુઃખ, એવો હું યાર બની જાઉં,

આવે તારી આંખે અશ્રુ, તો પોંછવા રૂમાલ બની જાઉં.

રાત્રે લગભગ નવના સુમારે સત્યમ આવી પહોંચ્યો. બંને દોસ્તો ભેટી પડ્યા અને હેતના ઉભરાયેલા ખૂબ રડ્યા. કિશન તેની માફી માગવા લાગ્યો તો સત્યમે તેના મોઢા પર હાથ મૂકી દીધો ને જણાવ્યું. જે થઈ ગયું તે બધુ જ ભૂલી જા. હું બેઠો હોઉં ને તું દુઃખી રહે એ તો કદી બને જ નહીં. આજથી આ ઘર તારું. કીર્તિ ભાભી અને સુદેશ થોડો સમય બાદ સાથે રહેશે. આવતીકાલે બપોરે આપણે મુંબઈ જવા રવાના થઈશું. આપણે સાથે મળી મારી સુદામાપુરીની અડોઅડ તારી નવી દ્વારકાનું નિર્માણ કરીશું. આ દ્વારિકા સોનાની નહીં પ્લેટિનમની હશે.

બીજે દિવસે સત્યમ પોતાના દિલોજાન મિત્રની નવી જિંદગીના નૂતન રાહનું શમણું સજાવતો કિશનને લઈને મુંબઈ પહોંચ્યો.


Rate this content
Log in