રચનાઓ મીના શાહની

Others

4.5  

રચનાઓ મીના શાહની

Others

દુનિયા નસીબદારની

દુનિયા નસીબદારની

2 mins
402


મહેશ બારીની બહાર જોઈ રહ્યો. નીચે રોડ પર થતી ચહેલપહેલ નિરખી રહ્યો. નજર પડી એક મર્સિડીઝ ગાડી પર. ત્યાં જ ગાડીનો માલિક એક સરસ મજાનો ડોગ લઈને આવ્યો. ગાડીમાં બેસીને બંને વિદાય થયા. મહેશને થયું આ ડોગની હાલત પણ મારા જેવી જ નથી ? તેને મારી જેમ જ થતું હશે ખરું ? દરેકની નજરે નસીબદાર આ ટોમીને પોતાની શેરીઓ અને ભસતાં ભસતા રખડવાની મજા યાદ નહીં આવતી હોય ? સામસામે એકબીજાની પર હુમલો કરતા મિત્ર સાથી યાદ નહીં આવતા હોય ? માલિક લઈ જાય ત્યાં જવાનું. મૂડ હોય કે ના હોય તે આપે ત્યારે ખાઈ લેવાનું. તે ભલે હેલ્ધી ખાવાનું આપે. પણ તે ખાતા આ ટોમીને પોતાની શેરીઓ અને ભસતા મિત્રો સાથે લડી ઝઘડીને મેળવેલ બટકું રોટલા નો આનંદ મળતો હશે ખરો ? કદાચ શેરી કરતાં સારી સગવડ હશે અહીંયા. પણ શેરી યાદ તો આવતી જ હશે ને ? 

પોતાની જિંદગી યાદ આવી ગઈ. પોતે ગરીબ મા બાપનો દીકરો ચાર ભાઈબહેન. ગરીબીના એ દિવસો છતાં ભાઈ બહેનો સાથે કરેલ ધમાલ આજે પણ દિલને હસાવી દે છે. દાગીના વેચીને પણ મા-બાપે તેને ભણાવ્યો. એન્જિનિયર થયો અને એક કંપનીમાં કામે લાગ્યો. તેની આવડત અને કુનેહ જોઈને કંપનીએ તેને પોતાની અમેરિકા ઓફિસમાં મોકલવાની ઓફર આપી. મા-બાપને સમજાવી તેણે એ ઓફર સ્વીકારી લીધી. કંપનીમાં જ કામ કરતી સુનયના સાથે લગ્ન પણ કરી લીધા. ડોલરનો વરસાદ. મા-બાપની પાછલી ઉંમરમાં તેમને સુખ મળ્યું. ભાઈ બહેનોને પણ ભણાવી પરણાવી પોતાની જવાબદારી પૂરી કરી. અમેરિકામાં સંસાર ચાલે છે. પણ અમેરિકન સ્ટાઈલથી. પૂરી પ્રેક્ટીકલ લાઈફ. લાગણીઓને કોઈ સ્થાન નહીં અને ખૂદના ના પરિવાર સાથે પણ ખાસ કોઈ આંતરિક નાતો નહીં.પત્ની ખુદમાં વ્યસ્ત અને બાળકો તેમનામાં મસ્ત. મા-બાપ એકાદવાર આવી ગયા પણ ગમતું નથી કરીને પાછા ચાલી ગયા.

પોતે એકલો ભાવ જગતમાં મૂઝાઈને રહી ગયો. પેલા ગાડીવાળા ટોમીની જેમ. બધાને તેની ઈર્ષા છે. આર્થિક પ્રગતિમાં નસીબદાર. બાકી તો ડુંગર દૂરથી રળિયામણા.

નસીબદાર ગણાતી વ્યક્તિ કે પ્રાણીના અંતરમનની એક ઝલક જો દુનિયા જોતી થાય તો તેમાં રહેલ વેદનાનો સ્પર્શ કરી શકે. પણ કોને કહેવુ ?

મહેશ ગણગણવા લાગ્યો. 

ના મળ્યું તેનો અફસોસ નહીં

પામ્યું તેને માણી લેવું તે જીવનની રીત.

દરેકના જીવનની આ જ વાસ્તવિક દુનિયા. બીજાનો લાડવો મોટો લાગે તે રીતે સામી વ્યક્તિ નસીબદાર લાગે.


Rate this content
Log in