Dr Sharad Trivedi

Romance Tragedy

4  

Dr Sharad Trivedi

Romance Tragedy

ગુલાબી પત્ર

ગુલાબી પત્ર

3 mins
395


આજે લગભગ પંદર વર્ષ પછી સલોની તમારી લાયબ્રેરીમાં આવી હતી. આ એ જ સલોની હતી કે જે પંદર વર્ષ પહેલાં આ સરકારી લાયબ્રેરીમાં વાંચન માટે નિયમિત આવતી. પુસ્તકો પણ લઈ ‌જતી. તમને બરાબર યાદ છે એ તમારા ટેબલના સામેવાળા ટેબલ પર બેસતી. તમારી વચ્ચે તે વખતે માત્ર પુસ્તકની આપ- લે વખતે કે લાયબ્રેરીના કામે સલોની સાથે ટૂંકી અને જરુર પુરતી વાત થતી. એ વખતે તમે નવા-નવા લાયબ્રરીયન તરીકે આ લાયબ્રેરીમાં આવેલાં અને સલોની એ વખતે બી. એ.ના લાસ્ટ યરમાં હતી. એની આંખોમાં હંમેશા એક તોફાન રહેતું અને એની આંખ સાથે તમારી આંખ મળતી ત્યારે તમે ખળભળી ઉઠતાં,જેમ આજે પંદર વર્ષ પછી ખળભળી ઉઠ્યાં હતાં.

'કેમ છો ?' એમ કહી સલોનીએ કહ્યું 'મારે એક બુક જોઈએ છે. મારો ખાતા નંબર પંદર વર્ષ જૂનો છે ચાલશે ?' 

તમે કહ્યું 'અરે એ તો નવું ખાતું ખોલી દઈશું, બોલો કઈ બુક જોઇએ છે ?' 

એમ કહી કેટલીક ઔપચારિક વાતો થઈ તમારી અને સલોની વચ્ચે સલોનીએ માંગેલું પુસ્તક આપતી વખતે એ પુસ્તકમાંથી જીર્ણ થઈ ગયેલો ગુલાબી પત્ર નીચે પડ્યો. આમ તો વાચકોને પુસ્તક આપતી વખતે આ પ્રકારની ઘટનાઓ સામાન્ય બનતી. કોઈએ એમાં વાંચતા-વાંચતા કેટલે આવ્યાં એ યાદ રાખવા કોઈ કાગળ મૂક્યું હોય, ક્યારેક લગ્નની કંકોતરી કે પુંઠું પણ નીકળે. પણ આજે તો ગડી બંધ સાચવીને કોઈએ મૂક્યો હોય એવો ગુલાબી કાગળ નીકળ્યો. તમે પુસ્તકનું નામ નોંધીને સલોનીને આપ્યું. સલોનીએ તમને 'થેંક યુ ' કહ્યું અને એ નિકળી ગઈ.

તમે તરત જ પંદર વર્ષ પહેલાંની દુનિયામાં પહોંચી ગયા. આ સલોની તમને ખુબ ગમતી. એ વખતે લાયબ્રેરીમાં પુસ્તક લેવા અને વાંચવા આવનારી તે એકમાત્ર છોકરી હતી. તમને પુસ્તકો ખૂબ ગમતાં. હાલ પણ ગમે છે. એટલે આ પુસ્તક પ્રેમી સલોની પણ ગમતી. માત્ર પુસ્તક પ્રેમી હોવાના કારણે જ તમને ગમતી હતી એવું નહોતું, એ સુંદર પણ એવી હતી. એને સરકારી લાયબ્રેરીમાં પુસ્તક લેવા આવતી જોઈ ઘણાં જુવાનિયા એ વખતે પુસ્તક વાંચતા થઈ ગયેલા. એની સુંદરતાથી ઘાયલ થનાર જુવાનિયામાં તમારુંય નામ હતું જ રાજેશ.

એ વખતે  મોબાઇલ હતો નહીં એટલે સોશિયલ મીડિયા ન હતું. ન વોટ્સઅપ હતું કે ન અન્ય એપ. નહિ તો તમે સલોનીને તમારા દિલની વાત એ જ વખતે કહી દીધી હોત. પણ એ વખતે તમે એને દિલની વાત પહોંચાડવાની કોશિશ કરી હતી. હા, તમે એક પત્ર લખ્યો હતો. તમને એ ગમે છે, તમે એને પ્રેમ કરો છો. એનો એકરાર કરતો પત્ર. આ જ રીતે એ પુસ્તક લેવાં આવેલી ત્યારે તમે પુસ્તક આપતી વખતે એ પુસ્તકમાં તમારો પત્ર મૂકી દીધેલો. પુસ્તક વાંચીને એણે પરત કર્યું ત્યારે તમે હાજર ન હતાં. તમારાં પિતાજીના મૃત્યુના કારણે બારેક દિવસ તમે ન હોતાં આવ્યાં. એ દરમિયાન સલોનીએ આપેલા પુસ્તકમાં સલોનીએ લખેલો જવાબી પત્ર આ જ રીતે નીચે પડી ગયો અને એ વખતે હાજર કોઈ અન્ય કર્મચારીએ બીજા પુસ્તકમાં મૂકી દીધેલો.

પિતાના મૃત્યુ વખતે મૂકેલી રજાઓ પછી તમે પરત આવ્યા ત્યારે સલોનીના જવાબની અપેક્ષાએ એ પુસ્તકને આખું ફંફોસી નાખ્યું હતું, પણ કંઈ મળ્યું ન હતું. તમે નિરાશ થયેલાં. એ પછી સલોની એકાદ બે વખત પુસ્તક લેવા આવેલી પણ તમે એને કશું પૂછવાની કહેવાની કે ફરી પાછું લખવાની હિંમત કરી શકેલા નહીં. વળી સલોનીને એમ હતું કે એનો જવાબ તમને મળી ગયો છે એટલે હવે પછીનું પગલું તમારે ભરવાનું છે. એમ માનીને શરમના કારણે કંઈ કહી શકેલી નહી. અને તમારો પ્રણય શરૂ થાય એના જ પૂરો થઈ ગયેલો રાજેશ.

આજે સલોનીને પુસ્તક આપતી વખતે જે જીર્ણ થઈ ગયેલા ગુલાબી કાગળ પર લખાયેલો પત્ર એ પંદર વર્ષ પહેલાં તમે સલોનીને લખેલા પત્રનો, સલોનીએ પંદર વર્ષ પહેલાં આપેલો જવાબ છે. ઉઠો રાજેશ અને એ પત્રને ઉઠાવો, વાંચો. અલબત્ત હવે એનું કોઈ મહત્વ નથી, જે પંદર વર્ષ પહેલાં હતું. હાલ સલોની અને તમે બંને પરણિત છો. તમે બંને તમારાં સંસારમાં સુખી છો. હા, એટલું જરૂર જાણી શક્શો કે સલોની પણ તમને પ્રેમ કરતી હતી. 'દિલકો ‌બહેલાને કે લિયે યે ખ્યાલ અચ્છા હૈ ગાલિબ'


Rate this content
Log in

Similar gujarati story from Romance