Jeetal Shah

Inspirational Others

4.0  

Jeetal Shah

Inspirational Others

હેપ્પી ટીચર્સ ડે

હેપ્પી ટીચર્સ ડે

1 min
195


શાળામાં દર વર્ષે કોઈને કોઈ પ્રોગ્રામ હોય, અને આપણે સૌ ભાગ લેતા, કોઈ આપણા શિક્ષકોની નકલ કરતું, તો કોઈ એક બીજાના ભાઈ બંધુઓની. કોઈ એક્ટર કે કોઈ એક્ટ્રેસ. ખરેખર આ જીવનની સૌથી મોટી ખુશી હશે જે આપણે માણી છે. હવે આ વિદાય તો જાણે સાસરે જતી દીકરી જેવી લાગે છે. બધાંથી છુટું થવાનું,આગળ આપણી જિંદગીમાં શું કરવાનું બધુંજ મા-બાપ કરતા આપણા શિક્ષકોએ આપણને માર્ગ બતાવ્યો. હવે વિદાયની વેળામાં આપણે થોડાક એવા પળ ફરી જીવી લઈએ તો કેવી મઝા આવે ને.

દિવસ પહેલો મારો આ શાળામાં, યાદ કરું ને હસી પણ પડું મારા બધાજ મિત્રો. આ શાળામાં બધાજ અધ્યાપકો પોતાના જીવનમાંથી સમય કાઢીને આપણને માત્ર જ્ઞાન આપવા સમય કાઢે.

આ અધ્યાપકો આપણી જિંદગી સુધારતા પોતાની વ્યક્તિગત જિંદગી તો જીવતા જ નથી. ધોરણ ૧૨ પછી બધાજ મિત્રો છૂટા પડવાના. પણ આપણે આ ૧૨ વર્ષ સુધી એક જ છત નીચે એકજ છત્ર છાયામાં ધણું શીખ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational